વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસેથી દારૂની નાની ૩૨ બોટલ સાથે એક શખ્સની ધરપકડ
મોરબીમાં નજીવી બાબતે ધોકા વડે ૧૦ શખ્સોએ મહિલા સહિત બે વ્યક્તિને માર માર્યો
SHARE
મોરબીમાં નજીવી બાબતે ધોકા વડે ૧૦ શખ્સોએ મહિલા સહિત બે વ્યક્તિને માર માર્યો
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ પાનની દુકાન પાસે કોઈ કારણોસર બોલાચાલિ થઈ હતી ત્યાર બાદ રાત્રિના ૧૨:૦૦ વાગ્યાના અરસામાં ૧૦ જેટલા શખ્સો દ્વારા ધોકા લઈને હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે મહિલા સહિત બે વ્યક્તિને માર મારવામાં આવતા ઈજા પામેલ હાલતમા તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ડીલક્ષ પાન નજીક માવો ખાવા ગયેલા વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ભરતભાઈ જગદીશભાઈ વરાણીયા (૩૦) રહે. વીસીપરા મોરબી અને ધનુબેન રમેશભાઈ દેલવાણીયા (૪૫) રહે. ચાર ગોડાઉન પાસે વીસીપરા મોરબી વાળાઓને માથાના ભાગે વિશાલ પ્રભુભાઈ અને તેની સાથે આવેલા અન્ય દશક લોકો દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા હતા તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર. સારદિયા દ્વારા કરવામાં આવેલ હતી જેથી તેની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પાનની દુકાન પાસે માવો ખાતા સમયે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ધનુબેન અને ભરતભાઈને માર મારવામાં આવ્યો હતો જેથી તે બંનેને સારવાર માટે લઈને આવ્યા છે જો કે, માથાકૂટ કઈ વાતને થયેલ છે તેની હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી
ઝેરી જનાવર કરડી ગયું
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એક્ટિવ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા વિશાલ દુબીભાઈ મુંડા (૧૮) નામનો યુવાન પોતાના ક્વાર્ટર પાસે હતો ત્યારે તેને ઝેરી જનાવર કરડી જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા પુંજાભાઈ કારૂભાઈ ડગાયા (૬૫) નામના વૃદ્ધ મોરબીના જેલ રોડ ઉપર આવેલ ઠાકર હોટલ પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તેમાં વૃદ્ધને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યા હતા ત્યારે બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ સ્થાનિક પોલીસને સોપવામાં આવી હતી