મોરબીના લખધીરપુર રોડે અજાણ્યા ઇસમોએ એટીએમ પાસે માથાકૂટ કરીને યુવાનને સાથળ-માથાના ભાગે છરીના ઘા ઝીકયા
વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસેથી દારૂની નાની ૩૨ બોટલ સાથે એક શખ્સની ધરપકડ
SHARE
વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસેથી દારૂની નાની ૩૨ બોટલ સાથે એક શખ્સની ધરપકડ
વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની ૩૨ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી અને ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસેથી પસાર થઈ રહેલા એક શખ્સને રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને નાની ૩૨ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૩૨૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અશોકભાઈ હેમુભાઇ ચૌહાણ જાતે રાજપૂત (૪૬) રહે. મિલ પ્લોટ અમરપરા શેરી નં-૧ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે
યુવાન સારવારમાં
મોરબી તાલુકાના લખધીરપુર ગામે પ્રાથમિક શાળામાં કામગીરી દરમિયાન ખાડામાં પડવાથી ઇજા પામેલ ગલીયાભાઈ અમલીયાભાઈ (૧૮) રહે. મૂળ જાંબુઆ એમપી વાળાને ઇજાઓ થઇ હતી જેથી તેને ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. ઝાપડિયા દ્વારા કરવામાં આવી હતી
મારા મારીમાં ઈજા
મોરબીના વીસીપરામાં રહેતા મોહનભાઈ કેશવભાઈ કાંજિયા (૪૮) નામના યુવાનને ઘરે થયેલ મારામારીમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરલે છે અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે