વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી
Breaking news
Morbi Today

મોરબી નજીક બાઇકને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











મોરબી નજીક બાઇકને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે પરમેશ્વર કાંટા નજીક રોડ ઉપર બાઈક લઈને પસાર થઈ રહેલા વૃદ્ધના બાઇકને ટ્રક ચાલકે હડફેટ લીધું હતું જેથી કરીને વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. હાલમાં ભોગ બનેલા વૃદ્ધના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જૂના નાગડાવાસ ગામના રહેવાસી અને હાલમાં જસદણ તાલુકાના વીરનગર ખાતે રહેતા નારણભાઈ મેણંદભાઈ કુવાડીયા જાતે આહિર (૪૪)એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૩૬ વી ૯૯૨૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૧૬/૫ ના રોજ સવારે ૬:૦૦ વાગ્યાના અરસામાં જૂના નાગડાવાસ ગામેથી તેઓના પિતા મેણંદભાઈ રવાભાઈ કુવાડીયા (૬૭) પોતાનું બાઈક નંબર જીજે ૬ ડીઇ ૯૫૯૩ લઈને મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે પરમેશ્વર કાંટા સામે રામદેવ હોટલ નજીક રોડ ઉપર તેઓના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતકના દીકરાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એલ. ઝાલા ચલાવી રહ્યા છે

એક બોટલ દારૂ

વાંકાનેરના લક્ષ્મીપરા ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી રાહુલભાઈ અશોકભાઈ ગોરીયા જાતે કોળી (૨૩) રહે. રાતીદેવડી રોડ વૃંદાવન વાટિકા સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News