મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનુ પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ


SHARE













મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનુ પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ

મોરબી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ઉપર એક સજ્જન વ્યક્તિનો કોલ આવેલ જેમાં તેમણે જણાવેલ એક મહિલા મળી આવેલ હોવાથી તેમના કાઉન્સિલિંગ માટે ૧૮૧ મા કોલ કર્યો હતો.

એક બહેનની મદદ માટે સજ્જન વ્યક્તિનો કોલ આવતાની સાથે ૧૮૧ ટીમ બહેનની મદદ માટે રવાના થયેલ જેમાં સ્થળ પર પહોંચતાની સાથે સજ્જન વ્યક્તિનુ કાઉન્સિલિંગ કરેલ જેમાં સજ્જન વ્યક્તિએ જણાવેલ આ બહેન  દોઢ કલાક થયા અમારી દુકાન પાસે બેઠેલા છે.જેમાં તે બહેન કહેતા હોય કે તેમની મગજની દવા ચાલુ છે અને ઘરનુ સરનામુ યાદ ન હોવાથી બહેનની મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમા કોલ કર્યો હતો.ત્યારબાદ બહેનનુ કાઉન્સિલિંગ કરેલ જેમાં બહેન એ જણાવેલ તેમના મમ્મી સામાજિક પ્રસંગ કારણોસર બહાર ગયા હોવાથી બહેનને પેપ્સી પીવાની ઈચ્છા થયેલ જેથી તે તેમના પિતાને પેપ્સી લેવા માટે દુકાન પર જાવ છુ એમ કહીને ઘરેથી પેપ્સી લેવા માટે નીકળી ગયેલા જેમાં ઘરનું સરનામુ ન મળતા દુકાન પાસે બેઠેલા હતા.

૧૮૧ ટીમએ બહેનનુ કાઉન્સિલિંગ કરી તેમનુ સરનામુ જાણવાનો પ્રયત્ન કરેલ જેમાં બહેનના સરનામાની જાણ થતાં ૧૮૧ ટીમ બહેનના ઘરે ગયેલ ત્યાં પહોંચી બહેનના પિતા અને ભાઈઓનુ કાઉન્સિલિંગ કરેલ જેમાં તેમણે જણાવેલ તે બહેનની શોધખોળ કરતા હોય બહેનની  મગજની દવા ચાલુ હોય જેથી સરનામુ યાદ ન રહેતુ હોય જેથી ભુલા પળી જતા હોય જેમાં બહેનને તેમના પરિવારજનો સુધી પહોંછાડેલા હોવાથી પરિવારજનોએ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News