ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની નવયુગ કોલેજનું ધમાકેદાર પરિણામ


SHARE

















સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની નવયુગ કોલેજનું ધમાકેદાર પરિણામ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.બી.એ.સેમેસ્ટર-૬ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની નવયુગ બી.બી.એ કોલેજનું ધમાકેદાર પરિણામ આવ્યું હતું. 

નવયુગ બી.બી.એ કોલેજની વિદ્યાર્થીની અરણિયા કૃપાલી ૭૯.૭૧ ટકા, સાથે કોલેજમાં પ્રથમ નંબર મેળવ્યો છે. બીજા નંબરે પાંચોટીયા પ્રિયાંશી ૭૭.૧૪ ટકા અને ત્રીજા નંબરે ભાલોડીયા મનસ્વી ૭૬.૭૧ ટકા માર્ક્સ મેળવી બીબીએ વિભાગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા જિલ્લા કક્ષાએ મેનેજમેન્ટ કોલેજનો દબદબો જાળવી રાખી કોલેજનું ગૌરવ વધાર્યું છે.તમામ વિદ્યાર્થીને સંસ્થાનાં પ્રમુખ પી. ડી.કાંજીયા તેમજ કોલેજના પ્રિન્સિપાલ નિલેશભાઈ મીરાણી તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

મોરબી જલારામ મંદિર ખાતે આવતી કાલે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આવતીકાલ તા.૨૬-૫ ને રવિવારના રોજ સવારે ૮ કલાકે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે. જેમાં વૃધ્ધાશ્રમના વડીલો ઉપરાંત સર્વજ્ઞાતિય વડીલોનુ શ્રી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓ દ્વારા અભિવાદન કરવામાં આવશે. ઉપસ્થિત દરેક વડીલો તેમજ મહાનુભવો માટે ગરમા ગરમ ગાંઠીયા જલેબીના અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. મોરબીમાં રહેતા દરેક સિનિયર સિટીઝન્સને ઉપસ્થિત રહેવા ભાવભર્યુ નિમંત્રણ છે.




Latest News