મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર પીલુડી ગામના યુવાને મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું


SHARE













મોરબીના વાઘપર પીલુડી ગામના યુવાને મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામના રહેવાસી યુવાને મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી કરીને પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેની બોડીને પાણીમાંથી કાઢીને પીએમ માટે લઈ ગયા હતા અને ત્યારબાદ મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે રહેતા દિલીપભાઈ નરસીભાઈ એરણીયા જાતે પટેલ (૪૬)  એ મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને  આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ પ્રફુલભાઈ નરસીભાઈ એરણીયા જાતે પટેલ (૪૧) રહે હાલ ઘૂટું તાલુકો મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં મૃતક યુવાનના ભાઈ પ્રફુલભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મચ્છુ ડેમમાંથી તેના ભાઈની બોડી મળી હતી તેની સાથે પોલિસેને તેનું આધાર કાર્ડ અને પાનકાર્ડ મળી આવ્યું હતું જેના આધારે તેની ઓળખ કરીને પોલીસે તેની પાસે પહોંચી હતી ત્યારે તેને આપઘાતના આ બનાવ વિશે જાણ થઈ હતી અને તેના ભાઈ દિલીપભાઈ છેલ્લા ઘણા સમયથી રખડતું ભટકતું જીવન જીવતા હતા જોકે તેને ક્યા કારણોસર આ અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવશે.






Latest News