મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

સાગર માલા પ્રોજેક્ટ હેઠળ મોરબીના માળિયા(મિં.) થી ઓખા નેશનલ હાઇવેના માળિયાથી પીપળીયા ચાર માર્ગીય રસ્તાનું કામ શરૂ કરવા માંગ


SHARE













સાગર માલા પ્રોજેક્ટ હેઠળ મોરબીના માળિયા(મિં.) થી ઓખા નેશનલ હાઇવેના માળિયાથી પીપળીયા ચાર માર્ગીય રસ્તાનું કામ શરૂ કરવા માંગ

કોઈપણ કટોકટીના સમયમાં ઝડપથી લોકો સુધી રાશન-પાણી પહોંચાડી શકાય તેમજ મિલેટ્રી, નેવી કે એરફોર્સ માટેના સાધનો-વાહનોને ઝડપથી પહોંચાડી શકાય તે માટે સરકાર દ્વારા સાગર માલા પ્રોજેક્ટ અંતર્ગત દરિયાઈ પટ્ટીના વિસ્તારના રોડોનું આધુનિક કામકાજ થાય અને પાકા રોડ બને જેથી કરીને કોઈપણ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં સરકાર પહોંચી વળે તે કામ થઈ રહ્યા છે અને જે ખૂબ પ્રસંશાને પાત્ર છે.પરંતુ અમુક વિસ્તારોમાં આપવામાં આવેલ કામ હાલમાં બંધ હોય તે કામ ઝડપથી ચાલુ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.મોરબીમાં માળીયા (મીંયાણા) થી પીપળીયા ફોર લેન રોડનું કામ હજુ શરૂ થયું નથી તેથી આ કામ તાકીદે શરૂ કરવામાં આવે તે જરૂરી છે.નવલખી બંદરથી કચ્છ સુધીનો તમામ વાહન વ્યવહાર અહીંથી પસાર થાય છે.નવલખી બંદરના વિકાસ માટે પણ આ માર્ગ બનાવવો અત્યંત જરૂરી છે.

ભારત સરકારે સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ઓખાથી માળિયા (મિંયાણા) સુધી આરસીસી ફોર લેન રોડ મંજૂર થયો છે.પરંતુ માળીયાથી પીપળીયા ચાર રસ્તા સુધીનું કામ હજુ શરૂ થયું નથી.આ કામ વહેલી તકે શરૂ કરવું જરૂરી છે. પીપળીયા ચાર રસ્તા ખાતે રેલ્વે ઓવરબ્રિજ બનાવવો પણ ખુબ જરૂરી છે.તે બાબતે અગ્રતાના ધોરણે કામ થાય તે માટે સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી તેમજ માર્ગ પરિવહન મંત્રાલયના મંત્રી નીતિનભાઈ ગડકરીને લેખીત રજૂઆત કરેલ છે.






Latest News