મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા ! લોકલ ફોર વોકલ: સર્જનથી સમૃદ્ધિ ની થીમ મોરબી મહાપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક ભીંસથી કંટાળીને વૃદ્ધે એસિડ પી લેતા સારવારમાં


SHARE









મોરબીમાં આર્થિક ભીંસથી કંટાળીને વૃદ્ધે એસિડ પી લેતા સારવારમાં

મોરબીના વીસીપરામાં રહેતા વૃદ્ધે આર્થિક ભીંસથી કંટાળીને પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને બનવાની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા સબીરભાઈ હબીબભાઈ રાઠોડ (૬૨) નામના વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે હતા ત્યારે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.આર. સારદિયા દ્વારા કરવામાં આવેલ છે જેથી કરીને તેને સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, સબીરભાઈ હબીબભાઈ રાઠોડ રિક્ષા ચલાવવાનું કામ કરે છે અને આર્થિક ભીંસથી કંટાળીને તેને આ પગલું ભરેલ છે તેવું તેના પરિવારજન પાસેથી જાણવા મળે છે તેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરના ખૂણા પાસેથી મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતો નૂરઅલી હૈદરભાઈ કટિયા (૨૫) નામનો યુવાન બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેને માથાના ભાગે ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત થઈને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બંનેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.આર. સારદિયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે




Latest News