મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં નડતરરૂપ કાર માટે હોર્ન વગાડતા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો


SHARE









મોરબીમાં નડતરરૂપ કાર માટે હોર્ન વગાડતા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

મોરબીના રવાપર-ઘુનડા રોડ રાજ પાન નામની દુકાન સામે જાહેર રોડ ઉપરથી યુવાન કાર લઈને નીકળી રહ્યો હતો ત્યારે ત્યાં પડે કાર નડતરરૂપ હતી જેથી કરીને યુવાને હોર્ન વગાડતા ચાર શખ્સોએ તેની સાથે ઝઘડો કરીને તેને ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો અને તેની કારમાં છુટા પથ્થરના ઘા કરીને કારમાં નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.જેથી કરીને યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર-ઘુનડા રોડ ઈન્દ્રપ્રસ્થ સામે સરદાર સોસાયટી શિવ શકિત એપા.નં-૨ બ્લોક નબર ૪૦૧ માં રહેતા સચિનભાઇ ભુદરભાઈ બોપલીયા જાતે પટેલ (૩૨) એ હાલમાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિપભાઈ પટેલ રહે.એસપી રોડ, કિશનભાઈ રબારી રહે.ગુ.હા.બોર્ડ શનાળા રોડ, અભયભાઈ જારીયા રહે.રવાપર અને જયભાઈ કુંભારવાડીયા રહે.ક્રીષ્ના સ્કુલ પાસે ધાયડી વિસ્તારની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં સચિનભાઇએ જણાવ્યુ હતુ કે, મોરબી રવાપર ઘુનડા રોડ રાજ પાન નામની દુકાન સામે જાહેર રોડ ઉપરથી પોતે પોતાની સ્વીફટ કાર નંબર જીજે ૩૬ એસી ૨૯૨૬ લઇને જતાં હતા.તે દરમ્યાન આ કામના આરોપી કિશનભાઈ રબારીની કાળા કલરની ક્રેટા કાર નંબર જીજે ૩૬ એએફ ૫૮૧૮ વાળી નડતી હતી જેથી સચિનભાઇએ હોર્ન મારતા તે બાબતનો ખાર રાખીને કિશનભાઈ રબારીએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જેમ ફાવે ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મુંઢ માર મારી શરીરે મુંઢ ઇજાઓ કરી હતી અને ફરિયાદીની સ્વીફટ કારમાં છુટા પથ્થરના ઘા કરી કારમાં નુકશાન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ચારેયને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

નજીવી વાતે પ્લાયવુડના કારખાનામાં મારામારીમાં ચારને ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર ખાખરાળા ગામ પાસે આવેલ પ્લાયવુડના કારખાનામાં સામાન્ય બાબતે ઝઘડો થયા બાદ ચાર લોકોને માર મારવામાં આવ્યો હતો.જેથી ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા.તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ખાખરાળા ગામ પાસે આવેલ સનટેક પ્લાઈ નામના પ્લાયવુડના કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો.પ્લાયવુડની સીટ બરોબર મૂકવાના બાબતે થયેલ બોલાચાલી બાદ કરવામાં આવેલ ઝઘડામાં મારામારી થઈ હતી.જે મારામારીના બનાવમાં ત્યાં જ રહીને મજૂરી કામ કરતા સાધુભાઈ મંડલ (૨૮), રાજા બકુલભાઈ બર્મન (૨૬), રાજકુમાર (૩૫) અને બાલકૃષ્ણ મંડળ (૧૯) નામના ચાર મજુરોને ઈજાઓ થતા ચારેયને પ્રથમ અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જે પૈકી રાજાભાઈ બર્મનને વધુ ઇજાઓ હોય વધુ સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડાયા હતા.મારામારીના આ બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસેથી સાહિલ હસમુખભાઈ બાડવ રહે.સુરત નામનો ૧૮ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં ત્રાજપર ચોકડી પાસે તેનું બાઇક અકસ્માતે સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જે બનાવમાં ઇજા પામેલ સાહિલને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા સ્ટાફના જગદીશભાઈ ડાંગરે બનાવની નોંધ કરીને આગળની તપાસ કરી હતી.




Latest News