મોરબીમાં કોળી ઠાકોર સમાજ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પની કામગીરીને મંત્રીએ બિરદાવી
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ભવ્ય દુર્ગા પુજાનો કાર્યક્ર્મ યોજાયો
SHARE









લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ભવ્ય દુર્ગા પુજાનો કાર્યક્ર્મ યોજાયો
મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ દ્વારા દુર્ગા પુજાનું ભવ્ય આયોજન જડેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશન રોડ ખાતે કરવામાં આવ્યું હતું અને જડેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ મંડળ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા અંગુઠા પ્રક્ષાલન ભાલે તિલક કરી ભવ્યાતિ ભવ્ય દરેક બાળાઓને માતજી સ્વરૂપ માની દુર્ગા પુજા કરવામાં આવી હતી આ ભવ્ય દુર્ગા પૂજામાં જડેશ્વર મહાદેવ ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજા, સેક્રેટરી યશવંતભાઈ જોષી, ખજાનચી કાન્તિલાલ જેતપરીયા, રમેશભાઇ પીઠવા, લાયન્સ કલબના પ્રમુખ ટી.સી. ફુલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડીયા, મહાદેવભાઈ ચીખલીયા, ચંદુભાઈ કુંડારિયા, રીજીયન-ર ચેરપર્સન રમેશભાઈ રૂપાલા હાજર રહ્યા હતા અને 300 જેટલી બાળાઓને જડેશ્વર મંદિર ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા લ્હાણી આપવામાં આવી હતી
