લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ભવ્ય દુર્ગા પુજાનો કાર્યક્ર્મ યોજાયો
મોરબીના બગથળા નંકલંક ધામ મંદિરે દર્શન કરીને મંત્રી બ્રિજેશભાઇએ મહંતના આશીર્વાદ લીધા
SHARE









મોરબીના બગથળા નંકલંક ધામ મંદિરે દર્શન કરીને મંત્રી બ્રિજેશભાઇએ મહંતના આશીર્વાદ લીધા
શ્રમ અને રોજગાર પંચાચત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી તાલુકાના સુપ્રસિધ્ધ બગથળા નંકલંક ધામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અને નંકલંક ધામના મંહત દામજી ભગતને મંત્રીએ શાલ ઓઢાડી આર્શીવાદ લીધા હતા. ત્યારે મંહતએ પણ મંત્રીને શાલ ઓઢાડી લોકોના વધુને વધુ કામો કરવાના આશીર્વાદ આપ્યા હતા. અને મંત્રી નંકલંક ધામ ખાતે મોરબીના રાજવી વાઘજી ઠાકોરે વર્ષો અગાઉ મંદિરને આપવામાં આવેલ ગીર ગાયના વંશજની જ ગાયોની ગૌ શાળાની મંહત સાથે મુલાકાત લઇ પ્રશંસા વ્યકત કરી હતી.
