મોરબીમાં કોરોના કાળથી બંધ કરવામાં આવેલ એસટીના રૂટને શરૂ કરવા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત
મોરબીના મોડપર ગામે સસ્તા અનાજના દુકાનદારથી ગ્રાહકો ત્રાહિમામ
SHARE









મોરબીના મોડપર ગામે સસ્તા અનાજના દુકાનદારથી ગ્રાહકો ત્રાહિમામ
મોરબીના મોડપર ગામની સસ્તા અનાજ દુકાન સમયસર ખોલતા નથી જેથી ગ્રાહકોને હેરાન થવું પડે છે માટે સલાકાર અન્ન અને નાગરિક પુરવઠાના પી.પી.જોશીએ હાલમાં આ મુદે મામલતદારને રજૂઆત કરીને દુકાનદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે
મોરબીના મોડપર, વીરપરડા અને હજનારી આ ત્રણય ગામ વચ્ચે મોડપરમાં સસ્તા અનાજની દુકાન ચાલુ છે અને હજનારીથી મોડપર વચ્ચેનું અંતર ૫ કિલોમીટર થાય છે જો કે, ગ્રાહકો દુકાને આવે ત્યારે દુકાન સમયસર ખૂલતી નથી જેથી સલાકાર અન્ન અને નાગરિક પુરવઠાના પી.પી.જોશીને તે અંગેની ફરિયાદ મળી હતી જેના આધારે તેને જાતે તપાસ કરતાં તા.૨૧/૧૦ ના સવારે ૧૧.૩૦ સુધી દુકાન ખૂલી ન હતી અને હજનારીથી રીક્ષા ભાડા ખર્ચીને આવેલ ગ્રાહકો હેરાન હતા અને આ બાબતે અને દુકાનદારને ફોન કરતા તેઓએ ફોન રીસીવ કરેલ નહિ ત્યાર બાદ નાયબ મામલતદાર પુરવઠા મહેતાને ફોન કરેલ તેને મને કહેલ કે તમે અરજી મોકલો આગળની કાર્યવાહી કરવામાં આવશે ત્યાર બાદ સરપંચ હજનારીની મુલાકાત કરેલ હતી જેમાં તેઓએ તે ગામના રેશનકાર્ડ બીલીયા ખાતે બદલી કરી આપવામાં આવે કેમ કે, તેઓ સસ્તા અનાજની દુકાનના દુકાનદારથી કંટાળી ગયા છે તેવું કહ્યું હતું જે અંગેની લેખિત ફરિયાદ આપેલ છે અને અવારનવાર અધિકારીને ફરિયાદ આપેલ હોવાથી દુકાનદારને સુચના પણ આપેલ છે તો પણ કોઈ નકર પરિણામ આવેલ નથી જેથી દુકાનદાર સામે યોગી કાર્યવાહી કરીને લોકોને સરળતાથી વસ્તુ મળે તે માટે યોગ્ય કરવા પી.પી.જોશીએ વધુ એક વખત રજૂઆત કરેલ છે
