મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોના કાળથી બંધ કરવામાં આવેલ એસટીના રૂટને  શરૂ કરવા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત


SHARE









મોરબીમાં કોરોના કાળથી બંધ કરવામાં આવેલ એસટીના રૂટને  શરૂ કરવા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત

કોરોના સમયે એસટી વિભાગ દ્વારા દ્વારા એસટી બસના ઘણા બધા રૂટને બંધ કરવામાં અવાયા હતા જો કે, હાલમાં મોટા ભાગે સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે ત્યારે પણ ઘણી આ એસટીની બસોના રૂટને શરૂ કરવામાં આવેલ નથી જેથી કરીને અન્ન અને નાગરીક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષાના સભ્ય દ્વારા રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીને બસોને ચાલુ કરવા માટે તેમજ નવી સુવિધા વધારવા માટે રજૂઆત કરેલ છે

અન્ન અને નાગરીક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષાના પી.પી.જોષીએ રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઇ મેરજાને મોરબીથી કોરોના સમયે જે બસો બંધ કરવામા આવેલ તે હજુ સુધી ચાલુ થયેલ નથી જ્થિ કરીને બસોને ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, કરજણ ડેપોની રાત્રે મોરબીથી ૧૨ વાગ્યે ઉપડતી બંધ છે અને આ બસ મોરબી રાત્રે અમદાવાદ જવા માટે છેલ્લી બસ છે અને ટ્રાફીક પણ સારો મળતો હતો, ધાંગધ્રા ડેપોની ધ્રાંગધ્રા માળીયા સવારે ૭:૩૦ વાગ્યે ધ્રાંગધ્રાથી ઉપડીને માળીયા ૧૧.૦૦ વાગ્યે પહોંચતી બસ જે હાલમાં બંધ છે જેથી માળીયા તાલુકાના ગામડા જેમાં ધાટીલા, ખાખરેચી, કુંભારીયા, વેણાસર વિગેરેના મુસાફરોને હેરાન થવું પડે છે જે બસ ચાલુ કરવામાં આવે તે જરૂરી છે, મોરબી ધાંટીલા વચ્ચે ઘણી જ અપુરતી બસો છે સવારે કારખાનામા કામ ઉપર આવતા કામદારોને ઘણી જ મુશ્કેલી પડે છે તો સવાર સાંજ બે બસ નિયમીત ચાલે તેવી માંગણી છે અને મોરબી સામાકાંઠે હાઉસીંગ બોર્ડ કન્ટ્રોલ પોઇન્ટ ચાલુ કરવો જોઈએ કેમ કે, દરરોજ અહીંયાથી પાંચ હજાર મુસાફરની અવર જવર છે પણ ઇન્કવાયરી ઓફીસ ન હોય મુસાફરને ધણીજ તકલીફ પડે છે




Latest News