મોરબીમાં આજે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોતીવેરાણા ચોકમાં રાસ-ગરબા કાર્યક્ર્મ યોજાશે
SHARE









મોરબીમાં આજે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોતીવેરાણા ચોકમાં રાસ-ગરબા કાર્યક્ર્મ યોજાશે
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નવરાત્રી પર્વના સમાપન બાદ પારંપરિક રાસ ગરબા 'મોતીવેરાણા ચોકમાં' સંસ્કૃતિ કાર્યક્ર્મનું આયોજન આજે રાતે કરવામાં આવેલ છે અને તેની સાથે કોરોના વોરિયર્સના સન્માન પણ કરવામાં આવશે.
મોરબીના કેનાલ રોડ ઉપર આજે તા.૨૩ ના રોજ રાતે ૯ કલાકે કેશવ પાર્ટી પ્લોટ ખાતે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંસ્કૃતિ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રાસ ગરબામાં કોરોના વોરિયર એવા સફાઈ કર્મચારીઓ, આરોગ્યના કર્મચારીઓનો સન્માન સમારોહ રાખેલ છે જેમાં લોકોને પરિવાર સાથે આવવા માટે આયોજકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.વધુમાં યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇ રબારીના જણાવ્યા પ્રમાણે, મોરબીના જાણીતા સિંગર યુનુસભાઇ શેખ સહિતના સાજીંદાઓ ધૂમ મચાવશે અને જાણીતા ગાયક કલાકાર એવા વકતા શૈલેષભાઈ રાવલ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવશે. ઘરે બેઠા કાર્યક્રમનો આનંદ માણવા માટે www.facebook.com/young.india ઉપર લોગઇન કરવુ.
