ટંકારા તાલુકામાં ખેડૂતોને નિયમિત વીજ પુરવઠો ન મળતા વિજકચેરીમાં હોબાળો
માળીયાના મોટીબરાર ગામની શાળામાં વિદ્યાર્થીઓએ બનાવી સાબુ બેંક !
SHARE
માળીયાના મોટીબરાર ગામની શાળામાં વિદ્યાર્થીઓએ બનાવી સાબુ બેંક !
કોરોના મહામારીથી સાબિત થયું છે કે સાબુ વડે હાથ ધોવાથી રોગોના સંક્રમણને રોકી શકાય છે. આ હેતુને ધ્યાનમાં રાખી ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા "ગ્લોબલ હેન્ડવોશિંગ ડે" નિમિતે શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવા જણાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને સાબુ બેંકની સ્થાપના કરી હતી. આ સાબુ બેંકનું સંચાલન શાળાના વિદ્યાર્થી ઓગણજા અમન અને ડાંગર પ્રિયા દ્વારા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સાબુ બેંકમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ કે પછી ગામની કોઈ પણ વ્યક્તિ સાબુનું દાન કરી શકશે. સાબુ બેંકમાં એકઠા થયેલા સાબુનો ઉપયોગ શાળામાં વિદ્યાર્થીઓ નિયમિત હાથ ધોવા માટે કરશે અને કોરોના જેવા રોગોના સંક્રમણથી રક્ષણ મેળવશે.