માળીયાના મોટીબરાર ગામની શાળામાં વિદ્યાર્થીઓએ બનાવી સાબુ બેંક !
મોરબી જિલ્લાના હળવદમા બાકીના રૂપિયા માંગતા વેપારી ઉપર તલવાર વડે હુમલો
SHARE
મોરબી જિલ્લાના હળવદમા બાકીના રૂપિયા માંગતા વેપારી ઉપર તલવાર વડે હુમલો
બળદેવ ભરવાડ દ્વારા, મોરબી જિલ્લાના હળવદમા વેપારીને બેટરીના રૂપિયા લેવાના બાકી હોવાથી તેને ફોન કરીને રૂપિયાની માંગણી કરી હતી ત્યાર બાદ ચાર શખ્સો તલવાર સાથે આવતા હતા અને વેપારી ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો જેમાં વેપારીનો બચાવ થયો છે જો કે, દુકાનદારોમાં આ ઘટનાને લઈને બહરે રોષની લાગણી જોવ મળી રહી છે અને હાલમાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો હળવદની મુખ્ય બજારમા પહોચી ગયો છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના કણબીપરા વિસ્તારની અંદર રહેતા ધવલભાઇ પ્રવીણભાઈ વાઘોડિયા જાતે પટેલ (૨૫)ની હળવદમાં લક્ષ્મી લોજની સામેની શેરીમાં હરિ બેટરી નામની દુકાન આવેલી છે તે પોતાની દુકાને હતો અને તેને ઈલિયાસભાઈ યાકુબભાઈ જંગરી નામના વ્યક્તિ પાસેથી બેટરીના પૈસા લેવાના બાકી હતા તે બાબતે ફરિયાદી યુવાને આરોપી પાસેથી પૈસાની માગણી કરતા આરોપીએ ફરિયાદીને ગાળો આપી હતી અને આરોપીએ ફોન કરીને બીજા શખ્સોને ત્યાં બોલાવ્યા હતા જેથી તે લોકો ત્યાં તલવાર, છરી અને ધોકા લઇને આવ્યા હતાં અને ત્યારબાદ તેઓએ ધવલભાઇને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા ધવલભાઇ વાઘોડિયાએ ઈલિયાસભાઈ યાકુબભાઈ જંગરી, ફયાજ યાકુબભાઈ જંગરી, રજાક હામદભાઈ જંગરી અને મકબુલ રજાકભાઈ જંગરી નામના ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે