મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત સ્ટેમ ક્વિઝ સ્પર્ધા યોજાશે


SHARE









મોરબીમાં ગુજરાત સ્ટેમ ક્વિઝ સ્પર્ધા યોજાશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજરાત  સરકાર) ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટીક્સ (STEM) ક્ષેત્રમાં જ્ઞાનમાં અભિવૃધ્ધિ થાય તેવા આશયથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતાં તમામ વિધાર્થીઓ માટે ગુજરાત સ્ટેમ ક્વિઝ-2024 નું આયોજન કરેલ છે.આ સ્પર્ધામાં તાલુકા કમ જીલ્લા કક્ષાની ઓનલાઇન ક્વિઝ યોજાશે.જેમાં દરેક તાલુકામાંથી પસંદ થયેલ વિધાર્થીઓ અમદાવાદ સાયન્સ સીટી ખાતે રાજ્યકક્ષાએ ઓફ લાઈન માધ્યમથી ભાગ લેવા જશે.

આ ક્વિઝ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ માં હશે.ગુજરાત સ્ટેમ ક્વિઝ-2024 માં ભાગ લેવા સાથે બાર્ક, ડી.આર.ડી.ઓ. તથા ઈસરો જેવી સંસ્થાની મુલાકાત ઉપરાંત 2 કરોડના ઈનામો જીતવાની અમુલ્યતક પણ છે. આ સ્ટેમ ક્વિઝનાં દરેક સ્પર્ધકને ઈ-પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.મોરબી જિલ્લાની તમામ શાળાના વિધાર્થીઓ વધુને વધુ ભાગ લે તેવાં હેતુથી મોરબી જીલ્લામાં જીલ્લા શિક્ષણાધિકારી ડી.ઈ.ઓ. કચેરી તથા "આર્યભટ્ટ " લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તથા દરેક માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય તથા શિક્ષકમિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.આ ક્વિઝમાં ભાગ લેવા તા.30-6-24 સુધીમાં રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.તે માટે https://stemquiz.gujarat.gov.in/STEMStudentRegistration લીંક ઉપર જઇને નોંધણી કરાવવાની રહેશે.ગુજરાત સ્ટેમ ક્વિઝની વધુ માહિતી માટે દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) નો સંપર્ક કરવ યાદીમાં જણાવેલ છે.




Latest News