વાંકાનેરના ખીજડીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી એક વર્ષના બાળકનું મોત
SHARE









વાંકાનેરના ખીજડીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી એક વર્ષના બાળકનું મોત
વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારનો એક વર્ષનો બાળક પાણીની કુંડીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે સેરસિયા રફિકભાઈની વાડી રહેતા અને મજૂરી કામ કરતા અઠેસિંગ ભાભર જાતે આદિવાસીનો એક વર્ષનો દીકરો મનીષ વાડીએ આવેલ પાણીની કુંડીમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ મનીષના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
