મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

માળિયા(મી) ત્રણ રસ્તા પાસેથી ૮૮૦ ગ્રામ ચરસ સાથે ત્રણ પકડાયા, બેની શોધખોળ: ૯.૪૭ લાખનો મુદામાલ જપ્ત 


SHARE









માળિયા(મી) ત્રણ રસ્તા પાસેથી ૮૮૦ ગ્રામ ચરસ સાથે ત્રણ પકડાયા, બેની શોધખોળ: ૯.૪૭ લાખનો મુદામાલ જપ્ત 

મોરબી જીલ્લામાં નશીલા અને માદક પદાર્થની મોટા પ્રમાણમા હેરાફેરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર માળિયાના ત્રણ રસ્તા પુલ ઉતરતા પુલના છેડા પાસેથી પસાર થતી કારણે રોકીને પોલીસે કારને ચેક કરી હતી ત્યારે કારમાથી ૮૮૦ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ચરસ, કાર સહિતના ૯.૪૭ લાખના મુદામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરેલ છે અને અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા (મિ.) કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર માળિયાના ત્રણ રસ્તા પુલ ઉતરતા પુલના છેડા પાસેથી પસર થતી એસક્રોસ કાર નં- જીજે ૧૨ ડીએસ ૨૮૦૪ ને રોકીને પોલીસે ચેક કરતાં તે કારમાથી ૮૮૦ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કારના મલિક દશરથ દિનેશભાઇ વ્યાસ જાતે બ્રામણ (ઉ-૩૩) રહે.આદીપુર ગુરૂકૃપા સસાયટી મેઘપર કુંભારડી પ્લઠ નં.- ૨૦૪ તાલુકો અંજાર અને કારમાં બેઠેલ વાસુદેવ ઉર્ફે વિવાન વાલજીભાઇ બારોટ(ગઢવી) (ઉ-૨૫) રહે. ડી-૨૨ ઈફ્કો કોલોની ઉદયનગર ગાંધીધામ મુળ ભાભર જીલ્લો બનાસકાંઠા અને શંકર ગોવાભાઇ ગરચર રબારી (ઉ-૨૧) રહે. મીંદીયાળા તાલુકો અંજાર વાળાની  ધરપકડ કરી હતી અને તેની પાસેથી પોલીસે ૧,૩૨,૦૦૦ ની કિંમતનું ૮૮૦ ગ્રામ ચરસ કબજે કર્યું હતું અને ચરસ, કાર, વજન કાંટો, પ્લાસ્ટિકની કોથળીઓ, મોબાઈલ ફોન અને રોકડા ૫૦૦૦ મળીને પોલીસે આરોપીઓ પાસેથી ૯,૪૭,૨૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને આ આરોપીઓએ યશ ગોવિંદભાઇ ગઢવી રહે. બ્રમ્હપુરી સોસાયટી માંડવી વાળા મારફતે જીવરાજ હરધોળ ગઢવી રહે. ચાગડાઇ તાલુકો માંડવી વાળા પાસેથી ચરસનો જથ્થો લીધો હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે પાંચ શખ્સોની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી),૨૦બી,(૨૯) મુજબ ગુનો નોંધીને ત્રણ આરોપીને ઝડપી લીધા છે અને બાકીના બે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News