મોરબી નજીક કારખાનામાં કામ કરતા યુવાનનું મશીનમાં આવી જવાથી મોત
મોરબીના ભરતનગર ગામ પાસે ચોર સમજીને માર મારીને અજાણ્યા યુવાનની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ
SHARE









મોરબીના ભરતનગર ગામ પાસે ચોર સમજીને માર મારીને અજાણ્યા યુવાનની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ
મોરબી નજીકના ભરતનગર ગામ પાસે રોયલ વે બ્રિજ પાસે અજાણ્યા 25 થી 40 વર્ષના યુવાનને ચોર સમજીને પકડવામાં આવ્યો હતો. ત્યારે યુવાનને માથાના પાછળના ભાગે બોથડ પદાર્થ માર્યો હોવાથી તે યુવાનની સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં હાલમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે થોડા દિવસો પહેલા રાત્રિના સમયે આંટાફેરા મારતા એક શખ્સને સ્થાનિક લોકોએ ચોર સમજીને પકડ્યો હતો અને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો દરમ્યાન તે યુવાને ભગવાનો પ્રયાસ કર્યો હતો તેવામાં પોલીસે ત્યાં આવી હતી અને તે યુવાનને માથામાં ઇજા થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈ ગયા હતા. અને ત્યાં સારવાર દરમિયાન તેને અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું. જેથી યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરવવામાં આવ્યું હતું. અને બાદમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.
મોરબી તાલુકા પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવૈ છે જો કે, હજુ સુધી મૃતક યુવનની ઓળખ મળેલ નથી પરંતુ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. મકવાણા અને તેની ટીમે હત્યાના આ ગુનામાં આરોપી આનંદ વિઠ્ઠલભાઈ ભૂવા જાતે પટેલ (25) રહે. ભરતનગર અને ગુજારીયાભાઈ વેલજિયાભાઈ અસ્તિયા (30) રહે. મૂળ એમપી હાલ ચુનીભાઈ કસૂન્દ્રાની વાડીએ ભરતનગર વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સો દ્વારા મૃતક યુવાનને માર મરવામાં આવ્યો હતો તેવી માહિતી પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે.
યુવાન સારવારમાં
મોરબીના વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા સીદીકભાઈ સલીમભાઈ સામતાણી (38) નામનો યુવાન ઘરેથી બહાર જઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી કોઈ કારણસર તે પડી જતા તેને ડાબા હાથે ઇજા થવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને બનવાની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મારામારીનો બનાવ બન્યો હતો તે બનાવમાં સુનીતાબેન ખીમજીભાઇ પરમાર (35) રહે. રફાળેશ્વર વાળાને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવી હતી
