મોરબી જિલ્લામાં દિવ્યાંગો માટે વિવિધ જગ્યાઓએ મેડિકલ કેમ્પ યોજાશે; મેડિકલ સર્ટિફિકેટ કઢાવી શકાશે
ગુજરાતની જીએમઆરઈએસ મેડિકલ કોલેજોમાં કરવામાં આવેલ ફી વધારા મુદે ફરી વિચારણા માટે સીએમને કરી રજૂઆત
SHARE
ગુજરાતની જીએમઆરઈએસ મેડિકલ કોલેજોમાં કરવામાં આવેલ ફી વધારા મુદે ફરી વિચારણા માટે સીએમને કરી રજૂઆત
ગુજરાતની જીએમઆરઈએસ મેડિકલ કોલેજોમાં ચાલુ વર્ષથી ફી માં વધારો કરવામાં આવેલ છે જેને લઈને ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓએ ફી વધારો પરત ખેંચવા માટે સીએમ અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.
હાલમાં કોડીનારના ધારાસભ્ય ડો. પ્રદ્યુમ્નભાઈ વાજા, રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓએ ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને રૂબરૂ મળ્યા હતા. ત્યારે ડો.ભરતભાઈ અમીન, ડો.પ્રવીણભાઈ ભાવસાર, ડો.દુષ્યંતભાઈ દેસાઈ, ડો.વિરેનભાઈ દોશી, ડો.વિજયભાઈ ગઢીયા અને ડો.નિખિલ ચૌહાણ સાથે નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિ મંડળે ગુજરાતની જીએમઆરઈએસ મેડિકલ કોલેજોમાં ફી વધારો કરવામાં આવેલ છે. તે મુદે ફરી વિચારણા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છે. ત્યારે સીએમ અને આરોગ્ય મંત્રીએ પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી હતી.