મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર પાસે નદીના પાણીમાં ડૂબી જવાથી ૩ વર્ષની બાળકીનું મોત


SHARE

















ટંકારાના અમરાપર પાસે નદીના પાણીમાં ડૂબી જવાથી ૩ વર્ષની બાળકીનું મોત

ટંકારા તાલુકાના અમરાપર ગામ પાસે વાડીની બાજુમાં આવેલ નદીના પાણીમાં અકસ્માતે પડી જવાના કારણે ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. જેથી કરીને તેના મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના અમરાપર ગામે ઈકબાલભાઈ અલ્લારખાભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મહેશભાઈ બિલાળાની ત્રણ વર્ષની દીકરી રાધિકાબેન કોઈ કારણોસર વાડીની બાજુમાં આવેલ નદીના પાણીમાં અકસ્માતે ડૂબી ગઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા બાળકીના મૃતદેહને નદીના પાણીમાંથી કાઢીને પી.એમ. માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના થોરાળા ગામે અમૃતભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં સંગીતાબેન મુકેશભાઈ ધાણાક (ઉંમર ૨૦) કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે સંગીતાબેનનો લગ્ન ગાળો એક વર્ષનો છે અને તેને સંતાનમાં ત્રણ મહિનાની એક દીકરી હોવાનું જાણવા મળેલ છે જોકે તેઓએ કયા કારણોસર ઝેરી દવા પીધેલ છે તે અંગે હજુ પોલીસ તપાસ ચાલી રહી છે

મહિલાનું મોત

ટંકારા તાલુકાના હરિપર ગામે હિંમતભાઈ પટેલની વાડી રહેતા અને મજૂરી કામ કરતા ઇશ્વરભાઇ પરમારના પત્ની ચંપાબેન (૧૯) બીમારી સબબ બેભાન હતા અને બેભાન અવસ્થામાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે તેઓને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News