વાંકાનેરમાં પીઆઇ ઉપર હુમલો કરવાના બનાવમાં ખંભાળાની ૫ મહિલા સહિત ૩૩ સામે નોંધાયો ગુનો
વાંકાનેરના પીઆઇ ઉપર થયેલ હુમલા પછી લોકોની સલામતિને લઈને અનેક સવાલ !
SHARE







વાંકાનેરના પીઆઇ ઉપર થયેલ હુમલા પછી લોકોની સલામતિને લઈને અનેક સવાલ !
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર શહેર પી.આઈ. પર વાંકાનેર તાલુકાનાં ખાંભાળા પાસે હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે અને પ્રજાની સુરક્ષા ની જેની જવાબદારી છે તે પોલીસ તંત્ર જ ખુદ સલામત નથી! તેવો ઘાટ જોવા મળ્યો હતો.
વાંકાનેર શહેર પી.આઈ. બી.જી.સરવૈયા અને તેની ટીમ વાંકાનેર તાલુકાનાં ખાંભાળા ગામે કોઈ બાબતની તપાસ અર્થે ગયા હોય કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ કારણોસર પી.આઈ. બી.જી. સરવૈયા અને અન્ય એક વ્યક્તિ ઉપર હુમલો કરી દીધો હતો જેમાં પી.આઈ.ને માથાનાં ભાગે ઈજા પહોંચી હોય વાંકાનેરની પીરમશાયખ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં, જોકે આ બાબતે કવરેજ માટે પહોંચેલા પત્રકારોને ઈજાગ્રસ્ત પી.આઈ.ની તસવીરો લેવા ન દેવાઈ હતી અને કઈ જ બનાવ ન બન્યો હોય તેમ કોઈ વિગત પણ આપવામાં આવી ન હતી ત્યારે વાંકાનેર પંથકમાં હવે પોલીસ અધિકારીઓ પણ સલામત નથી તો આમ પ્રજાની સલામતિનું શું? તેવી દહેશત સાથે અનેક સવાલો ઉઠવા પામ્યા હતાં.
