મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પીઆઇ ઉપર હુમલો કરવાના બનાવમાં ખંભાળાની ૫ મહિલા સહિત ૩૩ સામે નોંધાયો ગુનો


SHARE













વાંકાનેરમાં પીઆઇ ઉપર હુમલો કરવાના બનાવમાં ખંભાળાની ૫ મહિલા સહિત ૩૩ સામે નોંધાયો ગુનો

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ખંભાળા ગામે પીઆઇ સરવૈયા અને તેનો સ્ટાફ સરકારી ગાડીમાં અરજીની તપાસના કામે ગયા હતા ત્યારે ત્યાં હાજર રહેલા લોકોને “પવનચકકી ઉભી થાય તો તમો લોકોને શું વાંધો છે” તેવું કહેતા મહિલાઓ સહિતના ઉશેકેરાઈ ગયા હતા અને તેઓએ પીઆઇ ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં પીઆઇ  સરવૈયાને માથામાં ઇજા થવાથી પાંચ થી વધુ ટાંકા આવ્યા હતા અને ઇમ્તિયાઝ નામનો શખ્સ કે જે રસ્તો બતાવવા માટે પોલીસની સાથે ગયો હતો તેને પણ લોકોએ માર માર્યો હતો જેથી કરીને એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓએ રાતે સ્થળ ઉપર દોડી ગયા હતા જો કે, ખંભાળા ગામે રહેતા પરિવારના પુરુષો પોલીસ કાફલો પહોચ્યો ત્યારે ત્યાં હાજર ન હતા જેથી ગામમ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આ બનાવમાં પીઆઇની ફરિયાદ લઈને પોલીસે ૫ મહિલા સહિત ૩૩ વ્યક્તિઓની સામે રાયોટિંગ,  ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ખંભાળા ગામે પવનચક્કી નાંખવાની હોય તે બાબતે ગત તા ૨૩/૧૦ ના રોજ અરજી આવી હતી અને ત્યાં પવનચક્કી નહીં નાંખવા બાબતે સામેના પક્ષ તરફેથી વિવાદ ચાલી રહ્યો હોય અરજીની તપાસમાં પીઆઇ બી.જી.સરવૈયા અને તેનો સ્ટાફ ગયો હતો ત્યારે સામેના પક્ષ દ્વારા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. અને પીઆઇ સહિતનાને માર માર્યો હતો જે બનાવની હાલમાં પોલીસે પાસેથી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના પીઆઇ બટુકસીહ ગુમાનસીહ સરવૈયા (ઉ.૫૮)એ હાલમાં રમેશભાઇ હઠાભાઇ, મોના જીવણ, ગોપાલ મોના, મોમ જીવણ, કાના હમીર, તેજા જીવણ, ગુણા મોમ, રામા ઉર્ફે ઉકો તેજા, ગુણા મોના, ધના થોભણભાઇ, માંધા ભારાભાઇ, રમેશ મશરૂભાઈ, મૈયા પાચાભાઈ, છેલા ધારાભાઈ, વરવા પાંચાભાઇ, રાજુ ધારા, ભુપત ભલા, બાબુ ભલા, બાલા કારા, જગા હમીર, છેલા મુળા, પાયા મુળા, રણછોડ મોના, જીતા મોમ, નાનુ થોભણ તથા ત્રણેક અજાણ્યા પુરૂષ અને પાંચેક અજાણી મહિલો રહે. બધા ખાંભાળા આમ કુલ મળીને ૩૩ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી છે

જેમાં પીઆઇએ જણાવ્યુ છે કે, ગઇકાલે સાંજે સવા છ વાગ્યાના અરસામાં કીનટેક સિનર્જી પ્રાઈવેટ લીમીટેડની તા.૨૩/૧૦ ની અરજી હતી જેની તપાસમા તેઓ  સ્ટાફને સાથે રખને ખાંભાળા ગામે ગયા હતા ત્યારે અરજીમાં જણાવેલ સામાવાળા બાબતે હાજર આરોપીઓને પુછતા આરોપીઓએ કહેલ કે “શુ ફરીયાદ છે શુ ગુન્હો છે તેમ કહ્યું હતું ત્યારે વાંકાનેરના પીઆઇએ કહેલ કે “પવનચકકી ઉભી થાય તો તમો લોકોને શું વાંધો છે” જેથી કરીને આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને અસભ્ય વર્તન કર્યું હતું તેમજ મહિલાઓએ અધિકારી સહિતનાને ગાળો આપી હતી બાદમાં આરોપી રમેશ હઠાએ કુંડલીવાળી લાકડી વડે ફરીયાદીને માથામાં મારી હતી અને અન્ય આરોપીઓએ તેઓનો કાઠલો પકડી તેમજ ઇમ્તિયાઝ નામના એક શખ્સને આરોપીઓએ લાકડીથી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હાલમાં અધિકારીની ફરિયાદ પરથી પોલીસે આઈપીસી કલમ ૩૩૩, ૩૩૨, ૩૫૩,૧૮૬, ૩૨૩, ૫૦૪૫૦૬ (૨)૧૪૩૧૪૭૧૪૮૧૪૯ જીપી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 




Latest News