વાંકાનેરમાં બિલાડીનાં ટોપ માફક ઠેર ઠેર ફટાકડાનાં સ્ટોલ: તંત્ર નિદ્રાધીન
SHARE









વાંકાનેરમાં બિલાડીનાં ટોપ માફક ઠેર ઠેર ફટાકડાનાં સ્ટોલ: તંત્ર નિદ્રાધીન
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં દિવાળી પૂર્વે ઠેર ઠેર ફટાકડાનાં સ્ટોલ જોવા મળી રહ્યા છે ત્યારે આ જોખમી સ્ટોલની મંજૂરી કેટલા સ્ટોલ ધારકોએ લીધી છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે.
વાંકાનેરમાં સીઝનલ ધંધાનો ક્રેઝ વધી રહ્યો છે, દરેક તહેવાર મુજબ વેપારીઓ દ્વારા હંગામી સ્ટોલ ઉભા કરી દેવામાં આવે છે, ત્યારે ફટાકડા જેવા જોખમી સ્ટોલ પણ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે, કોઈ અકસ્માત બાદ જવાબદાર તંત્ર દોડે છે, પણ હજુ સુધી નગરપાલિકા કે પોલીસ દ્વારા કોઈ જ ચકાસણી કરવામાં આવી નથી, એલ. આઈ. બી. વિભાગનાં જણાવ્યા મુજબ હજુ સુધીમાં 36 ફટાકડા સ્ટોલ ધારકોને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે તમામ સ્ટોલ ધારકોએ મંજૂરી લીધી છે કેમ તેની તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી નથી ત્યારે ધંધો કરવો એ સારી બાબત છે પરંતુ ફટાકડા જેવા જોખમી ધંધા પૂર્વે કાયદાકીય મંજૂરી લેવી પણ આવશ્યક છે.
