મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પોલીસના પ્રશ્નો ઉકેલવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું


SHARE









મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પોલીસના પ્રશ્નો ઉકેલવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ અધીકારીઑના વિવિધ પ્રશ્નોને લઈને એસપી ઓફિસે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ જેમાં ખાસ કરીને પોલીસના પગાર ભથ્થામાં ધરમૂળથી સુધારા કરવામાં આવે, ૨૪ કલાકની ડ્યુટી પ્રમાણે નવા ગ્રેડ પે આપવામાં આવે, એસઆરપી બટાલિયન મહાનગર અને જિલ્લામાં જરૂરિયાત મુજબ સ્થાઈ કરવામાં આવે, વતન સિવાયના જીલ્લાની અંદર ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીને અગ્રતા આપીને રહેણાંક મકાન ફાળવવામાં આવે, બિનજરૂરી ટાર્ગેટ પોલીસ કર્મચારીઓને આપવામાં આવે છે તેનાથી પોલીસમાં માનસિક તણાવ રહેતો હોય છે માટે તે તાત્કાલિક બંધ કરવું જોઇએ તેવી માગણી કરવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા આપ પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, મોરબી જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા, મોરબી શહેર પ્રભારી વસંતભાઈ ગોરીયા, માળીયા તાલુકા યુવા પ્રમુખ જેનીથ ચડાસણીયા તેમજ છગનભાઈ કાનાણી હાજર રહ્યા હતા.




Latest News