મોરબી જિલ્લા કક્ષાની દિવાળી વિષય ઉપર ચિત્રસ્પર્ધાનુ આયોજન
મોરબીના ડો.હિરેન મહેતાની અમેરિકન કાઉન્સિલ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં બોર્ડ મેમ્બર તરીકે નિમણુંક
SHARE









મોરબીના ડો.હિરેન મહેતાની અમેરિકન કાઉન્સિલ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં બોર્ડ મેમ્બર તરીકે નિમણુંક
સૌરાષ્ટ્રના જાણીતા શિક્ષણવદ અને યુવા પ્રોફેસરની અમેરિકન કાઉન્સિલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં મેમ્બર તરીકે બોર્ડ ઓફ મેમ્બર તરીકે નિમણુંક પામ્યા છે મોરબીની જાણીતી નવયુગ શૈક્ષણિક સંકુલ સંચાલિત નવયુગ બી.બી.એ. કોલેજનાં યુવા અને તજજ્ઞ પ્રિન્સીપાલ બોર્ડ મેમ્બર તરીકે નિમણુંક પામ્યા છે ડો. હિરેન મહેતા 22 વર્ષની ઉંમરે નેશનલ ટ્રેનરની ડિગ્રી મેળવી ભારતભરમાં રેકોર્ડ સ્થાપ્યો છે તેમજ બી.બી.એ., એમ.બી.એ., ડિપ્લોમાં ઈન એન્ટરપ્રિન્યોરશીપ (EDI), નેશનલ ટ્રેઈનર (JCIInternational) તેમજ Ph.D. (Finance) ડિગ્રી ધરાવે છે. ડો. હિરેન મહેતા છેલ્લા ૧૦ વર્ષથી શૈક્ષણિક તેમજ ટ્રેઈનર ક્ષેત્રે એક આગવું નામ ધરાવે છે. રાજકોટની નામાંકિત શાળા અને કોલેજમાં શિક્ષણ અને તાલીમ આપતા એકમાત્ર પ્રોફેસર રિસર્ચ માટે અમેરીકામાં ડંકો વગાડશે. હાલમાં ૧૦ થી વધુ આંતરરાષ્ટ્રીય રિસર્ચ પેપર તેમજ ૫ થી વધુ જુદા વિષય પર બુક લખી છે તાલીમ માટે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી માં નેશનલ રિસોર્સ પરર્શન પરીકે વર્લ્ડ બેંક પ્રોજેકટમાં પણ યોગદાન આપેલ છે મહિલા સશકિતકરણ અને યુવા ઉદ્યોગપતિનાં સંશોધન માટે અમેરિકન કાઉન્સિલ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં એક વર્ષ સુધી વિદેશનાં વિદ્યાર્થી તેમજ પ્રોફેસરને સેવા આપશે. ડો . હિરેન મહેતા એ મુંબઈ, હૈદ્રાબાદ, ચેન્નઈ, અમદાવાદ, ગાંધીનગર, મદુરાઈ, બેંગ્લોર, જયપુર, દિલ્લી, આગ્રા તેમજ અનેક શહેરોમાં વિદ્યાર્થીઓને વ્યાખ્યાન તેમજ રિસર્ચ માટે માર્ગદર્શન આપેલ છે
