મોરબીના ડો.હિરેન મહેતાની અમેરિકન કાઉન્સિલ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં બોર્ડ મેમ્બર તરીકે નિમણુંક
મોરબી જિલ્લાના ખેડૂતોને સીએમએ જાહેર કરેલા પેકેજનો લાભ આપવામાં આવે તેવી માંગ
SHARE









મોરબી જિલ્લાના ખેડૂતોને સીએમએ જાહેર કરેલા પેકેજનો લાભ આપવામાં આવે તેવી માંગ
મોરબી જિલ્લાના ખેડૂતોને અનાવૃષ્ટિ તેમજ અતિવૃષ્ટિની કોઈ પણ સહાય આપવામાં આવી નથી જેથી કરીને આ જિલ્લાની સરકારી સહાયમાંથી કેમ બાદબાકી કરવામાં આવી છે તેવો સવાલ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા કરવામાં આવેલ છે અને આ મુદે યોગ્ય કરવાની માંગ સાથે મોરબી જીલ્લાના ખેડૂતોને સરકારી સહાય આપવામાં આવે તેના માટે સીએમને રજૂઆત કરેલ છે
ગુજરાત સરકાર દ્વારા અતીવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટેના પેકેજની જાહેરાત કરેલ છે. પરંતુ આ પેકેજમાં મોરબી જીલ્લાનો સમાવેશ કરવામાં આવેલ નથી જો કે, મુખ્યમંત્રી સહાય યોજનાની સ્કીમ મુજબ ૨૮ દિવસ કરતા વધુ સમય સુધી વરસાદ થયેલ ન હોય તો જીલ્લાને પેકેજનો લાભ મળવો જોઈએ અને આ વિસ્તારને અનાવૃષ્ટિગ્રસ્ત ગણીને પણ સહાય આપવાની જરૂરત હતી. ત્યારબાદ અતિવૃષ્ટિ પણ થયેલ છે. એકવાર વાવેલા પાક વરસાદ ન થવાના કારણે નાશ પામેલ તો બીજીવાર કરેલ વાવેતરનો પાક અતિવૃષ્ટિથી નાશ પામેલ છે.
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લાને આ બંને સહાય ચૂકવવી જોઈએ, પરંતુ મોરબી જીલ્લાને હળહળતો અન્યાય કરીને આમાંની એક પણ સહાય ચુકવવામાં આવેલ નથી. મોરબી જીલ્લાના મોરબી માળિયાના ધારાસભ્યને સરકારમાં મંત્રી બનાવવામાં આવેલ છે પરંતુ મોરબી જીલ્લાના ખેડૂતોને તો અન્યાય જ થઇ રહ્યો છે અને ધારાસભ્ય મંત્રી બનવાથી ખુશ છે હવે તેમને ખેડૂતોને સહાય મળે કે ના મળે કોઈ ફેર પડતો નથી તેવું લોકો કહી રહ્યા છે.
આ નવી સરકારમાં મોરબી જીલ્લાને દરેક ક્ષેત્ર અન્યાય જ થઈ રહ્યો હોવાની લાગણી લોકો અનુભવી રહ્યા છે. ત્યારે જીલ્લાના ખેડૂતોને ન્યાય મળે અને સરકારી પેકજમાં મોરબી જીલ્લાનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવેશ તો ના છૂટકે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે
