મોરબી જીલ્લામાં દેવી-દેવતાના ચિત્રોવાળા ફટાકડાના વેચાણને રોકવા આવેદન પત્ર પાઠવ્યું
વાંકાનેરના અમરસર પાસે ટ્રેન હડફેટે આવી જતા યુવાનનું મોત
SHARE









વાંકાનેરના અમરસર પાસે ટ્રેન હડફેટે આવી જતા યુવાનનું મોત
વાંકાનેરના અમરસર પાસેથી પસાર થતી ટ્રેન હડફેટે આવી જતા યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના અમરસર ગામ પાસેથી પસાર થતી સૌરાષ્ટ્ર મેલ ટ્રેનની અડફેટે આવી જવાના કારણે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પણ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મળી મૃતક યુવાનનું નામ જીતેન્દ્રભાઇ સોલંકી જાતે કોળી (ઉંમર ૩૩) રહે. આરોગ્યનગર વાંકાનેર વાળા હોવાનું સામે આવેલ છે જોકે, જીતેન્દ્રભાઈ ટ્રેનની અડફેટે આવી ગયા છે કે, પછી કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
