હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં  ટ્રાફિક સમસ્યા હલ કરવા ભારે વાહનોની પ્રવેશબંધી


SHARE













વાંકાનેર શહેરમાં  ટ્રાફિક સમસ્યા હલ કરવા ભારે વાહનોની પ્રવેશબંધી

વાંકાનેર શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી તેમજ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થે ભારે વાહનોની પ્રવેશબંધી માટે જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર વાંકાનેર શહેરમાં પ્રવેશતા રોડ પર દિવાનપરા અમરસિંહજી બાપુના સ્ટેચ્યૂ ચોકથી માર્કેટ ચોક (પુલ દરવાજા), ભમરીયા કૂવા, લક્ષ્મીપરા ચોક, ધર્મ ચોક, જીનપરા ચોક નેશનલ હાઇવે તરફથી વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહી. રાજકોટ રોડ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુથી ૨૫ વારીયા લક્ષ્મીપરા ચોક, ધર્મ ચોક, જીનપરા ચોક નેશનલ હાઈવે તરફથી વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહીં. જીનપરા ચોક, નેશનલ હાઇવેથી સીટી સ્ટેશન રોડ ગ્રીન ચોક મેઇન બજાર, ચાવડી ચોક, હરિદાસ રોડ, માર્કેટ ચોક (પુલ દરવાજા), અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ વાંકાનેર શહેરમાંથી બહાર રાજકોટ તરફ જઈ શકાશે નહીં. જીનપરા ચોક નેશનલ હાઇવેથી ધર્મચોક લક્ષ્મીપરા ચોક ૨૫ વારીયા સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ રાજકોટ તરફ જઈ શકાશે નહીં.

આ માર્ગો પર તા.૧૬-૧૦-૨૦૨૪ સુધી સવારના ૮:૦૦ કલાકથી રાત્રીના ૨૧:૦૦ કલાક સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અને વૈકલ્પિક રૂટ તરીકે રાજકોટ શહેર તરફથી આવતા ભારે વાહનો અમરસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ રોડથી દિવાનપરા રોડ થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુથી સરકારી હોસ્પિટલ રોડ થઈ રાતી દેવળી- જડેશ્વર રોડ થઈ રાતી દેવરી ગામની ચોકડીથી પંચાસર રોડ થઈ હસનપર બ્રિજથી નેશનલ હાઇવે તરફ આવી જઈ શકશે. તેમજ મોરબી તરફથી આવતા ભારે વાહનો નેશનલ હાઇવે હસન પર બ્રિજથી પંચાસર રોડથી રાતી દેવરી ગામની ચોકડીથી રાતીદેવળી  જડેશ્વર રોડથી સરકારી હોસ્પિટલ રોડ થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુથી દિવાનપરા રોડ થઈ બસ સ્ટેન્ડ રોડથી સ્વામી વિવેકાનંદી સ્ટેચ્યુથી રાજકોટ રોડ અમરસર ગામ તરફ આવી જઈ શકશે.






Latest News