મોરબીના અણીયારી ટોલનાકા પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ અંજારના પિતા-પુત્ર સારવારમાં
ભ્રષ્ટાચારનો ભોગ બનતા નાગરિકો : મોરબીના માળિયા ફાટકે નવા બનેલા ઓવરબ્રીજ ઉપર ખાડાના લીધે અકસ્માત, આધેડ રાજકોટ ખસેડાયા
SHARE









ભ્રષ્ટાચારનો ભોગ બનતા નાગરિકો : મોરબીના માળિયા ફાટકે નવા બનેલા ઓવરબ્રીજ ઉપર ખાડાના લીધે અકસ્માત, આધેડ રાજકોટ ખસેડાયા
અત્ર-તત્ર-સર્વત્ર સર્વે જગ્યાઓએ જ્યારે ભ્રષ્ટાચારે અજગરી ભરડો લીધો છે તેનો ભોગ હવે સામાન્ય નાગરિકો બની રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. થોડા સમય પહેલા જ મોરબીના સામાકાંઠે માળીયા ફાટકે ઓવરબ્રીજ બન્યો છે જે પણ બન્યા બાદ થોડા જ સમયમાં ઓવરબ્રીજના ઉપરના ભાગે રસ્તો તૂટી ગયો હોય તેનું રિપેરીંગ કામ કરવામાં આવ્યું હતું છતાં પણ રોડ ઉપર મસમોટા ગાબડા પડી ગયા હોય તેના લીધે સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં મોરબીના સામાકાંઠે રહેતા આધેડ ગંભીરપણે ઘવાતા ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીથી રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠે માળીયા ફાટકે ઓવરબ્રીજના ઉપરના ભાગે મોડીરાત્રીના ગંભીરપણે ઈજાગ્રસ્ત હાલતમાં એર આધેડને ૧૦૮ વડે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જે આધેડને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જે અંગે જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી હતી.જેમા ખુલ્યુ હતું કે મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે સિરામિક સિટી નજીક આવેલા ઉમિયાનગર વિસ્તારમાં રહેતા શંકરભાઈ સુરેલા જાતે કોળી નામના ૫૨ વર્ષીય આધેડ પોતાનું બાઇક લઇને માળીયા ફાટક ઓવરબ્રીજ ઉપરથી જઇ રહ્યા હતા.દરમિયાન રોડ ઉપરના ગાબડાઓના લીધે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ગંભીર રીતે ઘવાયા હતા.જેથી તેઓને હાલ ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા છે.
અત્રે નોંધનીય છેકે મોરબીની આસપાસના મોટાભાગના સર્વિસ રોડ અને મુખ્ય માર્ગો ઉપર જીવલેણ ગાબડા હોવાના લીધે બાઈક,કાર કે ભારે વાહનોના ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.મોરબીના હળવદ રોડ, પીપળી-જેતપર રોડ તેમજ સિરામીક ઝોનના રસ્તાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જવાના રસ્તાઓ અતી બીસ્માર હાલતમાં છે જેને લઇને લોકો મનોમન ભ્રષ્ટાચારીઓને "આશીર્વાદ" આપીને મોરબીની વિવિધ સ્થાનીક સ્વરાજની સંસ્થાઓના પદાધીકારીઓ તેમજ અધીકારીઓ ઉપર ફીટકાર વરસાવી રહ્યા છે.
