માળિયા(મી) નજીકથી ચરસ સાથે પકડાયેલા આરોપીઓ માલ આપવા અમદાવાદ જતાં હોવાનું ખૂલ્યું: ૩ દિવસના રિમાન્ડ
SHARE









માળિયા(મી) નજીકથી ચરસ સાથે પકડાયેલા આરોપીઓ માલ આપવા અમદાવાદ જતાં હોવાનું ખૂલ્યું : ૩ દિવસના રિમાન્ડ
કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર માળિયાના ત્રણ રસ્તા પુલ ઉતરતા પુલના છેડા પાસેથી કારમાથી ૮૮૦ ગ્રામ ચરસના જથ્થા સાથે ત્રણ આરોપી પકડાયા હતા અને પોલીસે ચરસ, કાર સહિતના ૯.૪૭ લાખના મુદામાલ કબજે કર્યો હતો આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના તા ૨૯ સુધી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આ આરોપીઓ અમદાવાદ ચરસ આપવા માટે જતાં હોવાનું તેઓએ પોલીસને જણાવ્યુ છે અને વધુ બે આરોપી પોલીસની હાથવેંતમાં હોવાની સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.
માળિયા (મિ.) કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર માળિયાના ત્રણ રસ્તા પુલ ઉતરતા પુલના છેડા પાસેથી પસર થતી એસક્રોસ કાર નં- જીજે ૧૨ ડીએસ ૨૮૦૪ ને રોકીને પોલીસે તા ૨૪ ની રાતે ચેક કરતાં તે કારમાથી ૮૮૦ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કારના મલિક દશરથ દિનેશભાઇ વ્યાસ જાતે બ્રામણ (ઉ-૩૩) રહે.આદીપુર ગુરૂકૃપા સસાયટી મેઘપર કુંભારડી પ્લઠ નં.- ૨૦૪ તાલુકો અંજાર અને કારમાં બેઠેલ વાસુદેવ ઉર્ફે વિવાન વાલજીભાઇ બારોટ(ગઢવી) (ઉ-૨૫) રહે. ડી-૨૨ ઈફ્કો કોલોની ઉદયનગર ગાંધીધામ મુળ ભાભર જીલ્લો બનાસકાંઠા અને શંકર ગોવાભાઇ ગરચર રબારી (ઉ-૨૧) રહે. મીંદીયાળા તાલુકો અંજાર વાળાની ધરપકડ કરી હતી.
આ આરોપીઓ પાસેથી પોલીસે ૧,૩૨,૦૦૦ ની કિંમતનું ૮૮૦ ગ્રામ ચરસ કબજે કર્યું હતું અને ચરસ, કાર, વજન કાંટો, પ્લાસ્ટિકની કોથળીઓ, મોબાઈલ ફોન અને રોકડા ૫૦૦૦ મળીને પોલીસે આરોપીઓ પાસેથી ૯,૪૭,૨૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આ શખ્સોએ યશ ગોવિંદભાઇ ગઢવી રહે. બ્રમ્હપુરી સોસાયટી માંડવી વાળા મારફતે જીવરાજ હરધોળ ગઢવી રહે. ચાગડાઇ તાલુકો માંડવી વાળા પાસેથી ચરસનો જથ્થો લીધો હોવાનું જે તે સમયે સામે આવ્યું હતું તે આરોપીઓ પણ પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે અને જે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના તા ૨૯ સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને હાલમાં જે આરોપીઓને પકડવામાં આવેલ છે તેઓ ચરસનો જથ્થો અમદાવાદ આપવા માટે જતાં હોવાનું સામે આવ્યું છે જેથી કરીને અમદાવાદમા ચરસ કોને આપવાનું હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરેલ છે.
