મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ, 6 વાહનોને પકડવામાં આવ્યા મોરબીમાં વાલ્મીકિ જયંતિએ ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ મોરબીમાં ઘરેણાં-રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાવતી પોલીસ મોરબીના લાલપર ગામ પાસેથી દારૂ-બિયરની 10 બોટલ સાથે 2 પકડાયા મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના લોકોને સારી પ્રાથમિક સુવિધા મળતી ન હોવાથી લોકોને વેરો માફ કરવાની કલેક્ટરને રજૂઆત


SHARE













મોરબીના લોકોને સારી પ્રાથમિક સુવિધા મળતી ન હોવાથી લોકોને વેરો માફ કરવાની કલેક્ટરને રજૂઆત

મોરબી નગર પાલિકા સફાઈ અને પાણી બાબતે લોકોને સારી સુવિધા આપવામાં આ વર્ષે નિષ્ફળ નીવડી છે જેથી કરીને નગર પાલિકાએ સફાઈ અને પાણી વેરો માફ કરવો જોઈએ તેવી જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

મોરબીની ચિચાં કંદોઈ સેરીમાં રહેતા અને મોબાઈલ રીપેરીંગનો ધંધો કરતાં વિશાલ પ્રદીપભાઈ સેજપાલએ હાલમાં મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જાહેર જનતાના સામાન્ય પ્રશ્નો પણ નગર પાલિકાના જવાબદાર અધિકારીઓ ઉકેલી શકતા નથી જેમ કે, ગટર ઉભરાવી, કચરાના ઢગલા, પાણી ન આવવું, ચોમાસામાં ગટરના પાણી દુકાન અને મકાનની અંદર ઘૂસી જવા, સહિતના પ્રશ્નોનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી અને આ બાબતે કલેકટર, ચીફ ઓફિસર અને મોરબીના ધારાસભ્યને ઘણી રજૂઆતો કરી છે તો પણ કોઈ પરિણામ મળેલ નથી. જેથી નગરપાલિકા પોતાની જવાબદારીમાં નિષ્ફળ નીવડી છે તો પણ પાલિકાના તમામ અધિકારી અને કર્મચારીના પગાર સમય સર મળી જાય છે જેથી કરીને મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર મૂકવામાં આવે અને સફાઈ તેમજ પાણીના નામે જે વેરો લેવામાં આવે છે તેની સામે લોકોને સુવિધા મળી રહી નથી જેથી કરીને મોરબીવાસીઓનો તમામ વેરો પાલિકાની ધોર બેદરકારી ન હિસાબે માફ કરવો જોઈએ તેવી માંગ કરી છે.






Latest News