મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર સળગાવી નાખવાના પ્રકરણમાં બે મહિલા આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE













મોરબીમાં ઘર સળગાવી નાખવાના પ્રકરણમાં બે મહિલા આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબીના રામકૃષ્ણનગરમાં સગીરાનું અપહરણ કરનારા આરોપીના ઘરને સગીરાના પરિવારજનોએ સળગાવી નાખ્યું હતું જેની ફરિયાદ આધરે પકડાયેલ આરોપી પૈકીનાં બે મહિલા આરોપીની જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને બે મહિલા આરોપીઓના જામીન કોર્ટે મંજૂર કર્યા છે

મોરબી બી સિવિઝ્ન પોલીસ સ્ટેશનમાં ફરીયાદીની એવી ફરીયાદ હતી કે, આરોપીની સગીર વયની દીકરીને આ કામના ફરીયાદીનો દીકરો ભગાડી ગયેલ હતો અને તેઓ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયેલ હતા જેથી આ બાબતનો ખાર રાખીને બંને અરોપીઓએ ફરીયાદીના ઘરે આવીને ત્યાં આગ લગાડી દીધેલ હતી. જેમાં ફરીયાદીના ધરનો સામાન સળગી ગયેલ છે અને નુકશાની થયેલ છે. જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવામાં કરી હતી.

જે બે મહિલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા તેના વકીલ દીલીપ આર. અગેચાણીયા મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં તેને દલીલ કરી હતી કે, આરોપી તદન નીર્દોષ છે. આરોપી કુટુંબ કબીલા વાળા માણસો છે. ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે. આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી. આરોપીઓને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જુદાજુદા ચુકાદાઓ રજૂ કર્યા હતા તેને ધ્યાને બંને આરોપીઓને ૪૦,૦૦૦ ના શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના વકીલ દીલીપ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, રવી ચાવડા, કુલદિપ ઝીંઝુવાડીયા, ઉષા બાબરીયા, ક્રિષ્ના જારીયા રોકાયેલા હતા.






Latest News