મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના અમરેલી ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ


SHARE







મોરબીના અમરેલી ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબીના માર્ગદર્શન હેઠળ અમરેલી ગામે ઠાકોર સેનાએ ગ્રામ સમિતિ અને અમરેલી ગામ સમસ્ત દ્વારા જમ્મુમાં શાહિદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનાના સુપ્રીપો અલ્પેશજી ઠાકોરની રાષ્ટ્રપ્રેમની વિચારધારા મુજબ આ કાર્યક્રમનું આયોજન સમસ્ત અમરેલી ગામને સાથે રાખી કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાનમાં મોરબી જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ ચતુરભાઈ પાટડીયા, મોરબી ચુવાળિયા ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા, તાલુકા પંચાયતના સદસ્ય અને સમાજ અગ્રણી અશ્વિન (તુલશી) પાટડીયા, સમાજ અગ્રણી મહાદેવજી ઠાકોર (રાધનપુર), મનુભાઈ ઠાકોર અને પાટીદાર અગ્રણી વિજયભાઈ, મોરબી શહેર મીડિયા શેલ યોગેશભાઈ, મયુરભાઈ બાબરીયાએ હાજરી આપી હતી અને મહેમાનો દ્વારા દેશભક્તિ, સમાજ, સંગઠ્ઠાન, શિક્ષણ અને સેવાકીય કાર્યક્રમો બાબત તમામ સમાજ સાથે મળી સમાજના ઉત્થાન માટેના કામ કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ અમરેલી ઠાકોર સેનાના પ્રમુખ જયદીપભાઈ ઠાકોર, વિપુલભાઈ તેમજ અમરેલી ઠાકોર સેના સમિતિ તમામ યુવાન મિત્રો અને પાટીદાર સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી






Latest News