મોરબીના અમરેલી ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ
વાંકાનેરની ઝૂંપડપટ્ટીમાં બાળકોને વિદ્યાર્થીઓએ કપડા-મીઠાઈનું વિતરણ
SHARE
વાંકાનેરની ઝૂંપડપટ્ટીમાં બાળકોને વિદ્યાર્થીઓએ કપડા-મીઠાઈનું વિતરણ
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ પરિવારોને દિવાળી પૂર્વે શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા કપડાં મીઠાઈ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વાંકાનેરમાં ગાત્રાળ વિસ્તાર તથા ગાયત્રી મંદિર પાસે ખુલ્લા નિર્જન વિસ્તારમાં ઝૂંપડાં બાંધી રહેતા અનેક ગરીબ પરિવારો વસવાટ કરે છે તેમનાં બાળકોને શિક્ષણ તો એક તરફ પરંતુ દિપાવલી ક્યારે આવે અને ક્યારે જતી રહે તેની પણ કદાચ ખબર નહી હોય! આવા અનેક ગરીબ પરિવારોનાં બાળકોને દિપાવલી અને નૂતન વર્ષ શું કહેવાય તેની ખબર પડે અને તેની આ ગરીબ બાળકો પણ ઉજવણી કરી શકે તેવા ઉમદા હેતુસર શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા આવા વિસ્તારમાં પહોચી જઈ મીઠાઈ, ફરસાણ અને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને ગરીબ બાળકોનાં ચહેરા પર ખુશીની લહેર છલકાઈ ઉઠી હતી શાળાનાં વિદ્યાર્થીઓએ પ્રેરણાદાયી સેવા કાર્ય કર્યું હતું.