મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાને ધરાર વાતચીત કરવા દબાણ કરીને માતા-દીકરીને મારી નાખવાની ધમકી આપનારા શખ્સની ધરપકડ


SHARE













મોરબીમાં સગીરાને ધરાર વાતચીત કરવા દબાણ કરીને માતા-દીકરીને મારી નાખવાની ધમકી આપનારા શખ્સની ધરપકડ

મોરબીમાં રહેતા પરિવારની દીકરી સ્કૂલે આવતી જતી હોય ત્યારે પીછો કરીને તેની સાથે વાતચીત કરવા માટે થઈને એક શખ્સ દબાણ કરતો હતો અને તે દીકરીને મનાવવા માટે તેની માતાને કહ્યું હતું ! અને જો તેની દીકરી નહીં માને તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સ્કૂલે આવતી જતી દીકરીને અવારનવાર એક્ટિવા લઈને પીછો કરીને ભૂંડા બોલી ગાળો આપીને હેરાન કરનારા શખ્સની સામે ભોગ બનેલ દીકરીની માતાએ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા મહિલાએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી સોસાયટીમાં રહેતા સુજલ ચંદુભાઈ પાંચોટિયાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરિયાદીની દીકરી સ્કૂલેથી આવતી જતી હોય ત્યારે તેના એક્ટિવનો આરોપી સુજલ પાચોટિયા પોતાનું એક્ટિવા નંબર જીજે ૩૬ એકે ૨૨૫૮ લઈને પીછો કરતો હતો અને ફરિયાદીની દીકરીને વાતચીત કરવા માટે થઈને કહેતો હતો તેમજ ફરિયાદીને તેઓની દીકરીને મનાવવા માટે કહ્યું હતું ! આટલું જ નહીં પરંતુ ફરિયાદીની દીકરી ન માટેનો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી અને ફરિયાદી મહિલાની દીકરી સ્કૂલે આવતી જતી હોય ત્યારે અવારનવાર તેનો પીછો કરીને તેને ભૂંડા બોલી ગાળો આપી હેરાન પરેશાન કરતો હતો. જેથી ભોગ બનેલ દીકરીની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી  સુજલ ચંદુભાઈ પાંચોટિયા (21) રહે. મહેન્દ્રનગર સીએનજી પંપ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરી હતી. અને આ આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે તેવી માહિતી તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળેલ છે. 






Latest News