નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી મોરબીના ઘૂટું ગામેથી પસાર થતાં સ્ટેટ હાઇવેની બંને બાજુએ સ્ટ્રીટ લાઇટો મૂકવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ


SHARE













મોરબીના બગથળા ગામે આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, મોરબી દ્વારા બગથળા ગામે પ્રાકૃતિક કૃષિ અંગે ક્લસ્ટર બેઝ તાલીમ યોજવામાં આવી હતી. જેમાં મોરબી તાલુકાના આસી. ટેકનોલોજી મેનેજર અશોક ડાભી દ્વારા પ્રાકૃતિક અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ અન્વયે જે ખેડૂતો ગાય નથી રાખતા અને પ્રાકૃતિક કૃષિ કરતા હોઈ તેના માટે ગૌમૂત્ર, જીવામૃત, ઘન જીવામૃત ગામમાં આવેલ શ્રીનકલંક ગૌશાળા માંથી મેળવી શકે તેના માટે પણ શ્રી નકલંક ગૌશાળાને પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત, ધન જીવામૃત બનાવવા તથા વિતરણ માટેની માળખાકીય સુવિધા માટે સહાય મેળવવા અરજી કરાવવામાં આવી હતી. આત્મા પ્રોજેકટનાં બ્લોક ટેકનોલોજી મેનેજર દિલીપ ઝાલરીયાએ સૌ ખેડૂત મિત્રોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ બાદ ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકટર, બ્લોક ટેકનોલોજી મેનેજર તથા આસી. ટેકનોલોજી મેનેજર દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત, ધન જીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા માટે સહાય યોજના અંતર્ગત બગથળા ગામે નકલંક ગૌશાળાની મુલાકાત લીધી હતી.




Latest News