મોરબી જીલ્લામાં કારખાનામાં કામ કરતાં પરપ્રાંતિયોની માહિતી પોલીસ મથકોમાં આપવા જાહેરનામુ પ્રસિદ્ધ
વાંકાનેરથી દ્વારકાની બસ સેવા એસટી વિભાગ દ્વારા શરૂ કરાઇ
SHARE
વાંકાનેરથી દ્વારકાની બસ સેવા એસટી વિભાગ દ્વારા શરૂ કરાઇ
રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહજી ઝાલાએ રાજકોટ વિભાગ અને વાંકાનેર ડેપોમાં વાંકાનેર તાલુકાનાં લોકો માટે વાંકાનેરથી દ્વારકા બસ સેવા ચાલુ કરવા માટે ભલામણ કરી હતી. જેને ધ્યાને લઈને રાજકોટ વિભાગીય નિયામક અને વિભાગીય પરિવહન અધિકારીની સૂચના મુજબ રાજકોટ વિભાગના પ્રમુખ જયુભા ડી. જાડેજા દ્વારા યોગ્ય માર્ગદર્શન સાથે શેડ્યૂલ બનાવવામાં આવ્યું હતું અને આજથી કેરાળા રાણીમા રૂડીમાં મંદિર મહંત મુકેશ ભગત દ્વારા બસને લીલી ઝંડી આપીને ડ્રાઈવર જે.કે. જાડેજા તેમજ કંડક્ટર જગદીશભાઈ ભરવાડના મીઠાં મોઢા કરાવી ફુલહાર કરીને બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ કર્મચારી મંડળ ઉપપ્રમુખ જે.જે. જાડેજા, યુનિટ સેક્રેટરી અશોકભાઈ થુલેટીયા, સેન્ટ્રલ આગેવાન સહદેવસિંહ ઝાલા, પ્રતિનિધિ ગુલાબભાઇ બરેડીયા, રહીમભાઈ પરમાર, હકુવીરસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ પૈજા, પ્રતિનિધિ જયદેવસિંહ ઝાલા, જીતુભા જાડેજા, શક્તિસિંહ જાડેજા, હમિદભાઈ કાદરી, એસ.વી. ઝાલા, બી.ડી. ગોહિલ, તાલુકા તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્યો તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.