મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીઓ ઉંચા ધ્યેય રાખીને સપનાની ઉડાન ભરો, સરકાર તમારી સાથે છે: કલેક્ટર


SHARE













મોરબીમાં દીકરીઓ ઉંચા ધ્યેય રાખીને સપનાની ઉડાન ભરો, સરકાર તમારી સાથે છે: કલેક્ટર

મોરબી ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અન્વયે શાળાની બાળાઓ તેમજ તેમના વાલીઓને માર્ગદર્શન આપવા મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રી સરોજબેન ડાંગરોચાના અઘ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની પ્રેરક ઉપસ્થિતિમાં મહિલા બેટી બચાઓ બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીમાં 'નારી વંદન ઉત્સાહ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અન્વયે મોરબીમાં શ્રીમતી એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે બેટી બચાઓ બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ નારી શક્તિની વાત કરતા જણાવ્યું હતું કે, વેદ પુરાણમાં કહેવાયું છે કે, જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. હાલ સમાજનું ચિત્ર બદલાયું છે, અનેક કુરિવાજો દુર થઈ ગયા છે. ભૃણ પરીક્ષણ અને સ્ત્રી ભૃણ હત્યા, દીકરીઓના શોષણ વગેરે અંગે સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે અને સરકાર તેમજ સમાજના સહકાર થકી મહિલાઓનું સ્થાન બદલાઈ રહ્યું છે. વધુમાં કહ્યું હતું કે દીકરીઓ ઉંચા ધ્યેય રાખી સપનાની ઉડાન ભરો, સરકાર તમારી સાથે છે.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે દ્વારા સ્ત્રી ભૃણ હત્યા, ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડીનેટર મયુરભાઈ સોલંકી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ, બાળ સુરક્ષા એકમના રંજનબેન દ્વારા પૉક્સો એક્ટ તેમજ મેડિકલ ઓફિસર આશાબેન જીવાણી દ્વારા Menstrual Hygiene પર કિશોરીઓને સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અન્વયે સ્વાગત પ્રવચન જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી. ત્રિવેદીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ શ્રીમતી એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય દીપ્તિબેન અગ્રાવતે કરી હતી






Latest News