મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

મોરબીની 40 જેટલી સોસાયટી અને 12 ગામના લોકોને પુનઃ નર્મદાની લાઇનમાંથી મળશે પાણી: ધારાસભ્ય


SHARE





મોરબીની 40 જેટલી સોસાયટી અને 12 ગામના લોકોને પુનઃ નર્મદાની લાઇનમાંથી મળશે પાણી: ધારાસભ્ય

મોરબીના પંચાસર રોડ, નાની કેનાલ અને બાયપાસ રોડે આવેલ એક કે બે નહી પરંતુ 40 જેટલી સોસાયટી અને મોરબીની આસપાસના 12 ગામોને નર્મદાની મોરબીથી જામનગર થઈને દ્વારકા સુધી જતી પાણીની લાઇનમાંથી વર્ષ 2008 થી પાણી આપવામાં આવે છે જો કે, આ કનેક્શન જૂનું થઈ ગયેલ હોવાથી તેના મેન્ટેનન્સ માટે ખોલવામાં આવ્યું હતું ત્યારે બાદ નર્મદા નિગમના અધિકારીઓએ દ્વારા વર્ષોથી જે રીતે કનેક્શન હતું તે રીતે કનેક્શન આપવાના બદલે એરવાલ્વ ઉપરથી કનેક્શન આપવામાં આવ્યું હતું જેથી કરીને પૂરતા પ્રમાણમા પાણી આવતું ન હોવાથી લોકોને પાણી માટે હેરાન થવું પડી રહ્યું હતું.

મોરબીની ઘણી સોસાયટીમાં લોકોને ટેન્કર મારફતે પાણી આપવામાં આવી રહ્યું હતું જેથી કરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લોકોનો પાણીનો પ્રશ્ન ઉકેલવા માટેનું કામ હાથ ઉપર લીધું હતું અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓની સાથે વાતચીત કરીને વર્ષ 2008 થી જે રીતે મોરબી અને આસપાસના ગામના લોકોને પાણી પાઇપ લાઇન મારફતે મળી રહ્યું હતું તેવી જ રીતે પાણી આપવા માટેની સૂચના આપી હતી અને ત્યારે બાદ પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને સાથે રાખીને તે સ્થળ ઉપર ગયા હતા અને અગાઉ જે રીતે પાણીનું કનેક્શન હતું તે રીતે જ કનેક્શન આપીને પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલવા માટેનું કામ કરાવ્યુ હતું અને આજે સાંજ સુધીમાં પાણીનું કનેક્શન આપી દેવામાં આવશે જેથી કરીને આવતીકાલથી પાણીનો પ્રશ્ન 40 હજાર જેટલા લોકો માટે ઉકેલાઈ જશે તેવી ધારાસભ્ય અને અધિકારી પાસેથી જાણવા મળેલ છે. 




Latest News