મોરબીની 40 જેટલી સોસાયટી અને 12 ગામના લોકોને પુનઃ નર્મદાની લાઇનમાંથી મળશે પાણી: ધારાસભ્ય
મોરબીમાં રૂપિયા માટે મિત્રની નિર્મમ હત્યા કરનાર પોલીસ પુત્ર જેલ હવાલે
SHARE
મોરબીમાં મિત્રની રૂપિયા માટે નિર્મમ હત્યા કરનારા આરોપી જેલ હવાલે
મોરબીમાં ટ્રાન્સપોર્ટરની તેના જ મિત્રએ હત્યા કરી હતી. જે ઘટના એક પછી એક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. અને છેલ્લે પોલીસે આરોપી પાસે મિત્રની હત્યાના બનાવનું રિકન્સ્ટ્રકશન પણ કરાવ્યુ હતું ત્યાર બાદ આરોપીના રિમાન્ડ પૂરા થતાં વધુ સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જો કે, કોર્ટે ફરધર રિમાન્ડ મંજૂર કરેલ નથી જેથી પોલીસે આરોપીને જેલ હવાલે કરેલ છે.
મોરબીના ટિંબડી નજીક ટ્રાન્સપોર્ટ ધરાવતા જીતેન્દ્ર રમેશભાઈ કૈલા (34) નામના યુવાને તેના જ મિત્ર જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયાએ સમયાંતરે લીધેલા 18 લાખ રૂપિયા પાછા આપવા ન પડે તે માટે હત્યા કરી નાખી હતી અને મૃતક યુવાનના બોડીને જમીનમાં દાટી દઈને પુરાવાનો નાશ કરવા માટેના પૂરતા પ્રયાસો આરોપી દ્વારા કરવામાં આવ્યા હતા જો કે, ઓવરસ્માર્ટ બનેલ આરોપીએ કરેલી ભૂલો તેને જ ભારે પડી ગઈ હતી અને મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડીને તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, આરોપી જીતેન્દ્ર ગજીયાએ 18 લાખ રૂપિયા જીતેન્દ્ર કૈલા પાસેથી લીધેલ હતા જે રૂપિયા માટે આરોપીની ઓફિસમાં મૃતક યુવાનને બોલાચાલી થયેલ હતી ત્યારે તેની ગળાટુપો આપીને હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ મૃતકના પરિવાર અને પોલિસેને ગુમરાહ કરવા માટેનો આરોપીએ માસ્ટર પ્લાન બનાવેલ હતો જોકે, પોલીસે જીતેન્દ્ર કૈલાના અપહરણની ફરિયાદ આધારે તેની ધરપકડ કરી હતી અને ત્યારે કોર્ટમાંથી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને તેની પૂછપરછમાં આરોપીએ જીતેન્દ્ર કૈલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આરોપીના ફરધર રિમાન્ડ માંગ્યા હતા ત્યારે કોર્ટે વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જો કે, દરમ્યાન પોલીસે આરોપી પાસે મિત્રની હત્યાના બનાવનું રિકન્સ્ટ્રકશન પણ કરાવ્યુ હતું ત્યાર બાદ આરોપીના રિમાન્ડ પૂરા થતાં વધુ સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જો કે, કોર્ટે ફરધર રિમાન્ડ મંજૂર કરેલ નથી જેથી પોલીસે આરોપીને જેલ હવાલે કરેલ છે.