મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારી: વાહન પલટી મારી જતાં ૩ ને ઇજા


SHARE











વાંકાનેરના ચંદ્રપુર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારી: વાહન પલટી મારી જતાં ૩ ને ઇજા

વાંકાનેર નજીક ચંદ્રપુર માર્કેટયાર્ડ પહેલાના ખાંચા પાસે વાંકાનેર તરફ આવતા નેશનલ હાઇવે ઉપર ટ્રક ટ્રેઈલરના ચાલકે બોલેરોને ટક્કર મારી હતી જેથી કરીને બોલેરો ગાડી પલટી મારી ગઈ હતી અને તેમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઈ હોવાથી સારવારમાં ખસેડાયા હતા અને અને તે પૈકીનાં એક યુવાને હાલમાં ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલ ચોટીલામાં વશરામભાઈ બથવારની વાડીએ રહેતા મુળ ગારીડા (બામણબોર)ના રહેવાસી ભોજાભાઈ અરજણભાઈ ધાડવી જાતે-કોળી (ઉ.૩૫)એ હાલમાં ટ્રક ટ્રેઈલર નંબર સીજી 04 એચએસ ૩૫૫૫ ના ચાલક અમરજીતભાઈ બિછુઆભાઈ યાદવ જાતે બિશ્નોઈ (ઉ.૩૨) સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર નજીક ચંદ્રપુર માર્કેટયાર્ડ પહેલાના ખાંચા પાસે વાંકાનેર તરફ આવતા નેશનલ હાઇવે ઉપર તેઓ અને મોહનભાઈ કુકાભાઈ ધાડવી તેમજ બોલેરોચાલક મેઘજીભાઈ કુંવરાભાઈ ધોરીયા રહે-ગારીડા (બામણબોર) વાળા બોલેરોમાં આવતા હતા ત્યારે આરોપી ટ્રક ટ્રેઈલરના ચાલકે પોતાના હવાલાવાળી ટ્રક પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા ફરિયાદી જે બોલેરોમા બેસી જતા હતા તે માલવાહક બોલેરો નં. જીજે ૧૩ એટી ૯૫૯૧ ની પાછળ ટ્રક ભટકાતા બોલેરો પલ્ટી મારી ગઈ હતી અને તેમાં બેઠેલા ફરિયાદીને ડાબા હાથે ખંભાના ભાગે સામાન્ય મુંઢ ઇજા તથા મોહનભાઈ કુકાભાઈ ધાડવીને ડાબી બાજુ કપાળના ભાગે તથા જમણા હાથે ઇજા તથા ડાબી બાજુ પાંસળાના ભાગે ફ્રેક્ચરની ઇજા પહોંચાડી હતી અને આરોપી અકસ્માત કરી પોતાનો ટ્રક મુકીને નાસી ગપ હતો હાલમાં પોલીસે આ બનાવમાં ફરિયાદ લઈને આઈ.પી.સી. કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

દેશી દારૂ

મોરબીના જીવાપર (ચકમપર) ગામે ગોઢ સીમમાં ગૌરાંગભાઇ કાંતીભાઇ કાલરીયાની વાડી પાસે ઘોડાદ્રી નદીના કાંઠે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાથી દેશીદારૂ બનાવવાનો આથો ૬૦ લીટર, ઇન્ડીયન ગેસનો ૧ બાટલો, ૧ ચુલો સહિત કુલ મળીને ૧૨૬૦ ના મુદામાલ સાથે પોલીસે ગૌરાંગભાઇ ઉર્ફે લાલો કાંતીભાઇ કાલરીયા જાતે પટેલ (ઉ.૨૫) રહે. જીવાપર (ચ.) ઝાંપા પાસે વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News