હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીકના બોગસ ટોલનાકાના પ્રકરણમાં વઘાસિયાના સરપંચ સસ્પેન્ડ


SHARE







વાંકાનેર નજીકના બોગસ ટોલનાકાના પ્રકરણમાં વઘાસિયાના સરપંચ સસ્પેન્ડ

મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યું હતું જેને લઈને આખા રાજ્યમાં ઓહાપોહ મચી ગયો હતો અને ત્યારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વઘાસિયાના સરપંચ અને તેના ભાઈ સહિતનાઓની સામે ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી અને આ કેસને ધ્યાને રાખીને મોરબીના ડીડીઓ દ્વારા વઘાસિયાના સરપંચને તેના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

વાંકાનેર નજીક વઘાસિયા પાસે ટોલ પ્લાઝા આવેલ છે આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા જે અંગેની ગત તા ૪ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ વાંકાનેર વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલવઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે વિશ્વાસઘાતછેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી.

જે ગુનામાં અગાઉ પોલીસે આરોપી તરીકે વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલાની ધરપકડ કરી હતી અને તેના ૧૦ દિવસના રિમાન્ડ લીધા હતા જે રિમાન્ડ પૂરા થતાં વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જે કેસને ધ્યાને રાખીને મોરબી જિલ્લાના ડીડીઓ જે.એસ. પ્રજાપતિ દ્વારા વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલાને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ૫૯ (૧) અંતર્ગત તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.






Latest News