મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તહેવાર પૂર્વે મીઠાઈ ફરસાણ દુકાનોમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરે તેવી માંગ


SHARE











વાંકાનેરમાં તહેવાર પૂર્વે મીઠાઈ ફરસાણ દુકાનોમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરે તેવી માંગ 

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરની બજારમાં વેચાતાં મીઠાઈ ફરસાણ જેવા ખાદ્ય પદાર્થોની તંત્ર દ્વારા ક્યારેય પણ ચકાસણી કરવામાં આવતી નથી ત્યારે દિવાળીનાં તહેવાર પુર્વે ફૂડ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવે અને તંત્ર દ્વારા ભાવ બાંધણું પણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે

સામાન્ય રીતે તહેવારો પૂર્વે મીઠાઈ ફરસાણ ખાણી  પીણીની દુકાનોમાં તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવે છે, તેમાં વપરાતા તેલ,ઘી,માવો સહિતની ચીજ વસ્તુઓ શુદ્ધ અને તાજી છે કે નહિ? જો જનઆરોગ્યને હાનિકારક હોય તો આવી ચીજ વસ્તુઓ મીઠાઈ ફરસાણનો તંત્ર દ્વારા તાકીદે નાશ કરવામાં આવે છે, પરંતુ વાંકાનેરમાં આ પ્રકારની ચકાસણીની કામગીરી ક્યારેય પણ તંત્ર દ્વારા કરવામાં આવતી નથી, દિવાળી પૂર્વે ઠેર ઠેર મીઠાઈ ફરસાણનાં હંગામી સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકો મોરબી જીલ્લાનો 101 ગામડાં ધરાવતો સૌથી મોટો તાલુકો છે, હજારો લોકો તહેવાર પર મીઠાઈ ફરસાણની ખરીદી કરે છે ત્યારે હજારો લોકોનાં જનઆરોગ્યને લક્ષમાં રાખી તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવે તથા મીઠાઈ ફરસાણનું ભાવ બાંધણું પણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.






Latest News