મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

ગુજરાત ન્યાય યાત્રામાં જોડાવા મોરબીના લોકોને સતત બીજા દિવસે કોંગ્રેસની પત્રિકા સાથે અપીલ: હવે અમને ન્યાય મળશે તેવું દેખાઈ રહ્યું છે-ઝૂલતા પુલ દુર્ઘટનાનો પીડિત પરિવાર


SHARE









ગુજરાત ન્યાય યાત્રામાં જોડાવા મોરબીના લોકોને સતત બીજા દિવસે કોંગ્રેસની પત્રિકા સાથે અપીલ: હવે અમને ન્યાય મળશે તેવું દેખાઈ રહ્યું છે-ઝૂલતા પુલ દુર્ઘટનાનો પીડિત પરિવાર

ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓમાં 240 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને તે ભોગ બનેલા વ્યક્તિઓના પરિવારોને આજની તારીખે ન્યાય મળ્યો નથી જેથી કરીને મોરબી થી ગુજરાત ન્યાય યાત્રા કોંગ્રેસ શરૂ કરવાની છે જેના માટે મોરબીના લોકોને જાગૃત કરવા માટે સતત આજે બીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ની આગેવાની હેઠળ મોરબીના રવાપર રોડ અને સનાળા રોડ ઉપર વેપારીઓની દુકાને દુકાને અને ઘરે ઘરે જઈને લોકોને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ન્યાય યાત્રામાં જોડાવા અપીલ કરી હતી

મોરબીમાં જુલતા પુલ દુર્ઘટના, વડોદરામાં હરણી દુર્ઘટના, રાજકોટમાં ગેમ ઝોન વગેરે જેવી જે દુર્ઘટનાઓ છે તેમાં કુલ મળીને 240 જેટલા લોકોના જીવ ગયા છે પરંતુ આજની તારીખે તે ભોગ બનેલા વ્યક્તિઓના પરિવારજનોને ન્યાય મળ્યો નથી અને કોર્ટની અંદર કેસ ચાલી રહ્યા છે ત્યારે ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે અને તેના પરિવારને  વધુમાં વધુ વળતર મળે તેમજ આરોપીઓને સજા થાય તે માટે કોંગ્રેસ દ્વારા આગામી 9 ઓગસ્ટ થી મોરબી થી ગુજરાત ન્યાય યાત્રા શરૂ કરવામાં આવનાર છે જેના માટે થઈને આજે સતત બીજા દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તેમજ ગુજરાત સેવા દળના પ્રમુખ લાલજીભાઈ સહિતનાઓની આગેવાની હેઠળ મોરબીના રવાપર રોડ અને સનાળા રોડ ઉપર વેપારીઓની દુકાને દુકાને અને લોકોના ઘરે ઘરે જઈને તેઓને પત્રિકા આપવામાં આવી હતી. ત્યારે આ બાબતે જીગ્નેશભાઈ મેવાણી સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, ગુજરાત ન્યાય યાત્રામાં જોડાવા માટે અને ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે તે માટે સહકાર આપવા મોરબીના લોકોને હાલમાં ડોર ટુ ડોર અપીલ કરી રહ્યા છીએ અને લોકો તરફથી પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મનોજભાઇ પનારા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ગુજરાત ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી કેમ કે લોકો ભાજપની નીતિરીતિથી ત્રાહિમામ પોકારી ગયા છે અને પ્રાથમિક સુવિધાઓ પણ મળી રહી નથી જેથી કરીને કોંગ્રેસની ન્યાય યાત્રામાં સ્વયંભૂ રીતે લોકો આવવાના છે તો આ દુર્ઘટનમાં દીકરી ગુમવાનરા મહેબૂબભાઈ પિરા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ ઘટનામાં હજુ સુધી કોઈને સજા કરવામાં આવી નથી અને જેને પકડવામાં આવ્યા હતા તેમાંથી પણ મોટાભાગના જેલમાંથી બહાર આવી ગયા છે ત્યારે કોંગ્રેસે અમારા માટે લડત શરૂ કરેલ છે તેમાં અમે લોકો તેની સાથે જ છીએ અને અમને હવે ન્યાય મળશે તેવું દેખાઈ રહ્યું છે




Latest News