વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં સસ્તી દારૂને મોંઘી બનાવીને વેચવાના ગુનામાં બોટલોના ઢાંકણા સપ્લાઈ કરનારા મુંબઈના શખ્સની ધરપકડ


SHARE













મોરબીમાં સસ્તી દારૂને મોંઘી બનાવીને વેચવાના ગુનામાં બોટલોના ઢાંકણા સપ્લાઈ કરનારા મુંબઈના શખ્સની ધરપકડ

મોરબીમાં ઘરમાં સસ્તી ઇંગ્લીશ દારૂની બોટલોમાંથી બ્રાન્ડેડ ઇંગ્લીસશ દારૂની બોટલો બનાવી વેચવાનુ કારસ્તાન અગાઉ ઝડપાયું હતું ત્યારે પોલીસે અલગ અલગ બ્રાન્ડની કાચની ખાલી ૭૫૦ એમ.એલ.ની ૩૯૬ બોટલો, ઢાંકણા ૩૨૪ નંગ અને અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો ૬૪૦ નંગ તેમજ ૪૧ બોટલો આમ કુલ મળીને ૧૪,૪૯૦ નો મુદામાલ કબજે કર્યો હતો જે ગુનામાં આરોપીઓને બોટલોના ઢાંકણા આપનારા મુંબઈના શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે.

થોડા સમય પહેલા મોરબીના રણછોડનગરમાં રેડ કરી હતી ત્યારે ત્યારે અલ્તાફભાઇ ઉર્ફે રાજા સોકતભાઇ ખોડએ ભાડે રાખેલ મકાનમાં સસ્તો દારૂ લાવીને તેને મોંઘી દારૂની બોટલોમાં ભરી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરો લગાવી મોંઘા ભાવે દારૂ વેચતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ત્યારે ઘરમાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂની 48 બોટલો કબજે કરી હતી.

ત્યારે ઘરમાંથી અલગ અલગ બ્રાન્ડની કાચની ખાલી ૭૫૦ એમ.એલ.ની કુલ ૩૯૬ બોટલો, અલગ અલગ બ્રાન્ડની બોટલોના ૩૨૪ ઢાંકણા અને બોટલો ઉપર લગાડવાના અલગ અલગ બ્રાન્ડના ૬૪૦  સ્ટીકરો મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૪,૪૯૦ નો મુદામાલ કબજે કરેલ હતો. જો કે, આ ગુનામાં એલસીબીની ટીમે આરોપી અબ્દુલકલામ મજીદભાઈ શેખ (55) રહે. મુંબઈ વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સે સસ્તી દારૂને મોંઘી બનાવવાના ગોરખધંધા કરનારાઓને દારૂની બોટલના ઢાંકણા આપ્યા હતા. જેથી કરીને તેની આ ગુનામાં ધરપકડ કરેલ છે અને આ આરોપી સહિત પોલીસ કુલ મળીને પાંચ આરોપીને પકડવામાં આવેલ છે.






Latest News