રે કળયુગ: વાંકાનેરના કુંભારપરામાં દુકાનના દસ્તાવેજ માંગતા વૃધ્ધને પત્ની-દીકરાએ માર માર્યો
મોરબીના જાંબુડિયા પાસે કારખાનામાં દિવાલ ઉપરથી નીચે પટકાતા એક વર્ષના બાળકનું મોત
SHARE









મોરબીના જાંબુડિયા પાસે કારખાનામાં દિવાલ ઉપરથી નીચે પટકાતા એક વર્ષના બાળકનું મોત
મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે આવેલ કારખાનામાં દિવાલ ઉપરથી નીચે પટકાતા એક વર્ષના બાળકને ઈજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે બાળકને સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે આવેલ સહયોગ કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતાં રમેશભાઈ ડામોરનો એક વર્ષનો દીકરો શિવમ પાળી (દીવાલ) ઉપરથી પડી ગયો હતો જેથી કરીને તેને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી માટે શિવમને મોરબીના સાવસર પ્લોટ વિસ્તારની અંદર આવેલા આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને સારવાર કારગત ન નિવડતા શિવમનું મોત નિપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
