મોરબીમાં નટરાજ ફાટક પાસે અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
રે કળયુગ: વાંકાનેરના કુંભારપરામાં દુકાનના દસ્તાવેજ માંગતા વૃધ્ધને પત્ની-દીકરાએ માર માર્યો
SHARE









રે કળયુગ: વાંકાનેરના કુંભારપરામાં દુકાનના દસ્તાવેજ માંગતા વૃધ્ધને પત્ની-દીકરાએ માર માર્યો
વાંકાનેરના કુંભારપરા વિસ્તારની અંદર રહેતા વૃદ્ધએ દુકાનના દસ્તાવેજ તેની પત્ની અને દીકરાની પાસે માંગ્યા હતા જે બાબતનો ખાર રાખીને વૃધ્ધની પત્ની અને તેના દીકરાએ તેને માર માર્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા વૃદ્ધે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પોતાની પત્ની અને દીકરાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વાંકાનેર કુંભારપરા વિસ્તારની અંદર રહેતા મહમદઈકબાલ હુસેનભાઇ કાજી જાતે ફકીર (ઉંમર ૫૬)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા શાહરૂખ મહમદઈકબાલ કાજી અને પત્ની ફેમિદાબેન મહમ્મદઇકબાલ કાજી રહે બંને કુંભારપરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓએ પોતાની દુકાનના દસ્તાવેજ તેની પત્ની અને દીકરાની પાસે માંગ્યા હતા જે તેને સારું નહીં લાગતાં તેઓએ ઘરે આવ્યા હતા અને દીકરા શાહરુખે માથાના ભાગે પકડ વડે માર માર્યો હતો અને તેની પત્ની ફેમીદાએ સાવરણા વડે મૂઢ માર મારીને ઈજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને વાંકાનેર સીટી પોલીસે વૃધ્ધની ફરિયાદ લઈને તેના દીકરા અને પત્નીની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
