મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝઘડો કરીને પતિ દીકરાને લઈને ચાલ્યો જતાં ફિનાઇલ પી ગયેલ મહિલા સારવારમાં


SHARE









મોરબીમાં ઝઘડો કરીને પતિ દીકરાને લઈને ચાલ્યો જતાં ફિનાઇલ પી ગયેલ મહિલા સારવારમાં

મોરબીના સનાળા રોડ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડમાં રહેતી પરણીતા સાથે તેના પતિ ઝઘડો કરીને તેના દીકરાને લઈને ત્યાંથી નીકળી ગયા હતા. અને મહિલાને તેના દીકરાને મળવા દેતા ન હતા જેથી મહિલાએ ફીનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા નમ્રતાબેન બીપીનભાઈ કાનાણી (34) નામની મહિલાએ પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી વધુમાં તેઓની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, મહિલાનો લગ્ન ગાળો 12 વર્ષનો છે અને તેના પતિ મહિલા સાથે ઝઘડો કરીને તેના દીકરાને લઈને મહિલાના જેઠના ઘરે રહેવા ગયા હતા અને તે મહિલાને તેના દીકરાને મળવા દેતા ન હતા જેથી મહિલાએ આ પગલું ભર્યું છે. તેવું પ્રાથમિક તપાસવા સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે.

બાઇક સ્લીપ

મોરબી તાલુકા મનસુખભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા (54) નામના આધેડ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ વિરાટ પાઉભાજી પાસેથી બાઈક લઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઈ જવાના કારણે અકસ્માત થયો હતો અને આધેડને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝભાઈ આમદભાઈ બલોચ (40) નામનો યુવાન અમદાવાદના ગોમતીપૂરા વિસ્તારમાં હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં તેને ઈજા થઈ હતી. જેથી કરીને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા છે અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના સિપાઈવાસ વિસ્તારમાં આવેલ માતમ ચોકમાં રહેતો  મોબીનખાન રફીકખાન પઠાણ (22) નામનો યુવાન માતમ ચોકમાં હતો ત્યારે બાઈક સ્લીપ થવાની ઘટના બની હતી જેથી તેને ઈજા થતાં યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના કેનાલ રોડ ઉપર રામકો બંગલો પાસે રહેતો વિરલ દિનેશભાઈ ભોરાણિયા (26) નામનો યુવાન રવાપર ચોકડી પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થવાના કારણે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News